Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ક્રિકેટ ટુર્નામેન્ટનું ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે ઉદઘાટન કર્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન તરોપા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, આમલેથા જિલ્લા સદસ્ય શ્રીમતી રશમિકાબેન વસાવા, તાતુકા સદસ્ય સૈયદભાઈ વસાવા, SBI ના રાકેશભાઈ ચૌધરી તેમજ નર્મદા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ નિલેશકુમાર વસાવા 

ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.  

 

આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં નર્મદા જિલ્લાના પાંચ તાલુકામાંથી પાંચ મહિલા ક્રિકેટ ટીમો ખાસ ઉપસ્થિત રહી હતી. જેમાં લોટસ પાડીને મેચ રમડવામાં આવી હતી.સેમિફાઇનલમાં નાંદોદ અને સાગબારા ટીમ વચ્ચે મેચ રમાઈ હતી જેમાં સાગબારા ટીમનો વિજય થયો હતો. ફાઈનલ મેચ ડેડીયાપાડા અને સાગબારા વચ્ચે રમાઈ હતી અને તેમાં સાગબારા ટીમનો વિજય થયો હતો. આ ટુર્નામેન્ટમાં સાગાબારા ટીમના શકુંબેન ગામીત  બેટિંગ, બોલિંગ અને ફિલ્ડીંગમાં ખૂબ સારો દેખાવ કર્યો હતો જેથી તેમણે મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ અને બેસ્ટ બેસ્ટમેનની ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ફાઇનલમાં ઉપવિજેતા તરીકે ડેડીયાપાડા ટીમ અને વિજેતા ટીમ તરીકે સાગબારા ટીમને જિલ્લા પ્રમુખ સુરેશભાઈ ભગત મહામંત્રી ફતેસિંગભાઈ વસાવા અને અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

(11:39 pm IST)