Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

સાગબારામાં બે સગીર દીકરીની ચાર દિવસ સુધી જાતીય સતામણી કરનાર બે શખ્સો સામે ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા માં બે ઈસમોએ સગીર દીકરીની સતામણી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો

 

મળતી માહિતી અનુસાર સાગબારા તાલુકાના સેલંબા ગામમાં રહેતી સગીર વયની દીકરીઓનો અબ્દુલ મનાન અબ્દુલ રહીમ મકરાણી તથા ઇમરાન નબી મકરાણી બન્ને રહે સેલંબા જમાદાર ફળીયુ, તા.સાગબારા, જી.નર્મદા નાઓએ પીછો કરી બન્નેને જોઇને ખરાબ ખરાબ શબ્દો બોલી તથા ગંદા ઇશારાઓ કરી ફિલ્મી ગીતો ગાઇ તેમજ એક દીકરીનો હાથ પકડી ખેંચી રાખી,બીજી દિકરી પાસે તેનો મોબાઇલ નંબર માંગી ખરાબ ઇરાદે બંને સગીરાની ચાર દિવસથી જાતીય સતામણી કરતા આ બાબતની ફરિયાદ સાગબારા પોલીસ મથકે નોંધાતા પોલીસે આ બંને ઈસમો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(11:38 pm IST)