Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા નજીક નજીવી બાબતે બે પરિવારો બાખડ્યા:સામસામે હુમલામાં ચાર વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: જીલ્લાના બાવળા-બગોદરા અને ધોળકા સહિતના તાલુકાઓમાં દિન-પ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે અને હત્યા, મારામારી, જુથ અથડામણ, ચોરી સહિતના બનાવો વધી રહ્યાં છે ત્યારે બાવળા-બગોદરા હાઈવે પર ગાળો બોલવાની ના પાડવા જેવી નજીવી બાબતે અલગ-અલગ જ્ઞાાતિના બે જુથો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ બાવળા-બગોદરા હાઈવે પર બગોદરા ગામની સીમ પાસે ફરિયાદી વિપુલસિંહ ચૌહાણ રહે.બગોદરાવાળાના કૌટુંમ્બીક કાકા ભાવસિંહ ફુલાભાઈ ચૌહાણે ત્રણ શખ્સો વિરૂભાઈ ચેહુભાઈ દેવીપુજક, વિજયભાઈ ચેહુભાઈ દેવીપુજક તથા મહેશભાઈ કાનજીભાઈ દેવીપુજક તમામ રહે.બગોદરાવાળા બાઈકપર વાછરડું લઈને જઈ રહ્યાં હતાં તે દરમ્યાન જાતિ વિરોધી અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને તેનું મનદુઃખ રાખી ફરિયાદીને ઉભા રાખી જેમતેમ ગાળો આપી હતી અને ઉશ્કેરાઈ જઈ ફરિયાદીના કાકા પર ફરશી વડે હુમલો કર્યો હતો અને અન્ય બે શખ્સોને પણ મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે બગોદરા પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી જ્યારે સામાપક્ષે ફરિયાદી વિરૂભાઈ ચેહુભાઈ દેવીપુજક રહે.બગોદરાવાળાએ પણ ભાવુભાઈ ફુલાભાઈ ચૌહાણ રહે.બગોદરાવાળા સામે જાતિ અપમાનીત શબ્દો ઉચ્ચારવા બદલ અને લાકડી વડે મારમારવા અંગે ફરિયાદ નોંધાવી હતી. આમ નજીવી બાબતે અલગ-અલગ જ્ઞાાતિના બે જુથો વચ્ચે બોલાચાલી અને મારામારી થતાં ચાર શખ્સો સામે સામાસામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથધરી હતી.

(5:25 pm IST)