Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

અમદાવાદમાં કાર ચાલકે BRTS કોરીડોરનો સ્વિન્ગ ગેટ તોડ્યો: દોઢ લાખનો દંડ વસૂલાશે

કોરીડોરમાં રોંગસાઈડમાં કાર ચલાવીને સ્વિંગ ગેટને નુકશાન કર્યું

અમદાવાદમાં BRTS બસના કારણે થતા અકસ્માતને અટકાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા BRTS કોરીડોરમાં RFID સ્વિંગ ગેટ લાગવામાં આવ્યા હતા. સ્વિંગ ગેટના કારણે બસ સિવાયનું કોઈ પણ વાહન BRTS કોરીડોરમાંથી પસાર થઇ શકે નહીં. ત્યારે એક કાર ચાલકે BRTS કોરીડોરમાં રોંગસાઈડમાં કાર ચલાવીને સ્વિંગ ગેટને નુકશાન કર્યું હતું.

  આ ઘટના BRTS બસ સ્ટેશનમાં લાગેલા CCTV કેમરાના કેદ થઇ ગઈ હતી. CCTV ફૂટેજના આધારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કાર ચાલક પાસેથી સ્વિંગ ગેટના પૈસાની વસુલાત કરવામાં આવશે.

 અમદાવાદમાં રાયખડ ચાર રસ્તા પર પાસે આવેલા BRTS કોરીડોરમાં એક કાર ચાલકે ગેર કાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો. કાર ચાલકે બસ પસાર થઇ ગયા પછી રોંગ સાઈડમાં પોતાની કાર ચાલવાનો પ્રયાસ કર્યો હતો. જેવી કાર RFID ગેટની નજીક પહોંચી એવો ગેટ બંધ થતાની સાથે ગેટની સાથે કારની ટક્કર થઇ હતી. RFID ગેટને નુકસાન થવાની સમગ્ર ઘટના બસ સ્ટેશન પર લાગડવામાં આવેલ CCTV કેમેરામાં કેદ થવા પામી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર કાર ચાલક આર્મીમેન કે, નિવૃત આર્મીમેન હોવાનું જાણવા મળ્યું છે.

 
(1:12 am IST)