Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

અમદાવાદ જોધપુર વોર્ડના એસ્ટેટ ઈન્સ્પેકટર પાર્કિંગની જગ્યાના વપરાશ મામલે સસ્પેન્ડ

રિવેરા આર્કેડમાં ભોંયરામાં પાર્કિગને બદલે કોમર્શિયલ વપરાશ બદલ કાર્યવાહી

અમદાવાદ જોધપુર વોર્ડના એસ્ટેટ ઈન્સ્પેકટરને સસ્પેન્ડ કરાયા છે. આસિસ્ટન્ટ TDOને પણ કારણદર્શક નોટિસ અપાઈ છે. રિવેરા આર્કેડમાં ભોંયરામાં પાર્કિગને બદલે કોમર્શિયલ વપરાશ બદલ કાર્યવાહી કરાઈ છે. ભોંયરામાં કોમર્શિયલ વપરાશ થતા મુલાકાતી અને લોકોને રોડ પર પાર્કિંગ કરવું પડતું હતું. કમિશનર વિજય નહેરાએ સરપ્રાઈઝ રાઉન્ડ લેતા એસ્ટેટ વિભાગની બેદરકારી છતી થઈ હતી. કમિશનરે અધિકારીઓ વિરુદ્ધ તાકીદે પગલા લેવા આદેશ કર્યા છે

(1:09 am IST)