Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

કોરોના વાયરસ: ગુજરાતમાં આઈસોલેશન વોર્ડ તૈયાર : માસ્ક અને કીટનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

આરોગ્ય વિભાગના મુખ્યસચિવ જયંતિ રવિએ કહ્યું દેશમાં એકપણ કેસ નોંધાયો નથી છતાં તમામ કાળજી લેવાઈ છે

ગાંધીનગર: ચીનમાં વાયુ ગતિએ ફેલાયેલા કોરોના વાયરસે હાહાકાર મચાવી નાખ્યો છે. કોરોના વાયરસનો ભારતમાં હજુ સુધી એક પણ કેસ નોંધાયો નથી તેમ છતાં તમામ કાળજી રાખવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં ચીનથી આવતાં લોકો અને ચીનમાં ફસાયેલા લોકોને મદદ કરવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેને લઈને આરોગ્ય વિભાગના મુખ્યસચિવ જયંતિ રવિએ પ્રેસકોન્ફરન્સ કરીને સમગ્ર માહિતી આપી હતી.


કોરોના વાયરસ મુદ્દે જયંતિ રવિ જણાવ્યું હતું કે, ભારતમાં સત્તાવાર કોઈ કેસ નોંધાયો નથી. કોરોનાનો કોઈ ઉપચાર હાલમાં શોધાયો નથી. તેમ છતાં ગુજરાતમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યા છે. માસ્ક અને કીટ આપણી પાસે પર્યાપ્ત પ્રમાણમાં છે. ચીનમાં ફસાયેલા બાળકોને પરત લાવવા સરકાર ચિંતિત છે. હાલ બે ડોક્ટર સાથેની ટીમ એરપોર્ટ પર તૈનાત પણ કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, આ સિવાય આરોગ્ય વિભાગે હેલ્પલાઈન નંબર પણ શરૂ કરી દીધો છે. દરેક વ્યક્તિ પોતાની હાઈઝિનનું પુરતું ધ્યાન રાખે. લોકજાગૃતિ માટે એરપોર્ટ પર પોસ્ટર લગાડી દેવામાં આવ્યા છે. ચીનમાં વડોદરાની યુવતી સહિત 20 લોકો અંગે હાલમાં માહિતી મળી છે.

(1:07 am IST)