Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

વડોદરા :વાઘોડિયાના ભાવપુરા પાસેના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી કાળા ધુમાડાના ગોટેગોટા :લોકોમાં દહેશત

ડોદરાથી બે ફાયર ફાઇટર સાથે જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા

 

વડોદરાના વાઘોડિયા તાલુકાના ભાવપુરા પાસે આવેલા એક ભંગારની ગાડીઓના ગોડાઉનમાં બુધવારે બપોરના સમયે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા અફરાતફરી સાથે ભારે દોડધામ મચી જવા પામી હતી. જોત જોતામાં આગે ભીષણ સ્વરૂપ ધારણ કરતાં લોકોમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. લાગેલી ભીષણ આગના પગલે કાળા ધુમાડાના ગોટે ગોટા આકાશ તરફ જતા નજરે પડ્યા હતા.

ઘટનાની જાણ થતાં આગ પર કાબુ મેળવવા માટે વડોદરાથી બે ફાયર ફાઇટરોની મદદ લેવાઇ હતી. બે ફાયર ફાઇટર સાથે ફાયરબ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચી જઈ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ભારે જહેમત બાદ લાગેલી ભીષણ આગ પર કાબૂ મેળવવામાં ફાયર ફાઇટરના જવાનોને સફળતા મળી હતી. આગ લાગવાનું કારણ અંકબંધ રહેવા પામ્યું છે. લાગેલી ભીષણ આગમાં મોટાપાયે નુકસાન થયાની આશંકા સેવાઇ રહી છે.

 

(9:54 pm IST)