Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

રાજપીપળા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપ પાસેથી બેઠક છીનવી:બંને પક્ષના 12-12 સભ્યો થતા ટાઈ

પાલિકા પ્રમૂખ માટે કોઈપણ મહત્વના નિર્ણયો લેવાનું મુશ્કેલભર્યું બની ગયું

રાજપીપલા નગરપાલિકા વોર્ડ નંબર-5ની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકા વસાવાનો 145 મતથી વિજય થયો છે. કોંગ્રેસે આ બેઠક ભાજપ પાસેથી છીનવી છે.

 ભાજપના ગીતા વાસવાનું આદિજાતિનું પ્રમાણપત્ર બોગસ નીકળતા હાઇકોર્ટના આદેશ બાદ ગીતા વસાવાનું સભ્યપદ રદ થયું હતું. જેને કારણે પેટા ચૂંટણી યોજાઈ હતી.ભાજપે ગીતા વસાવાના યુવાન પુત્રી હીનલ વસાવાને ટીકીટ આપી હતી. પરંતુ જનતાએ હીનલ વસાવાને નકારી કાઢી કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકા વસાવા પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.

    હવે ભાજપ-કોંગ્રેસના 12-12 સભ્યો થતાં ટાઈ પડી છે. ત્યારે હવે પાલિકા પ્રમૂખ માટે કોઈપણ મહત્વના નિર્ણયો લેવાનું મુશ્કેલભર્યું બની ગયું છે.

(11:29 pm IST)