Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

મેઘરજના ઝરડામાં ખેતીની ઝમીન પચાવી પાડવા બાબતે ત્રાસ ગુજારનાર આઠ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

અરવલ્લી:જિલ્લાના મેઘરજ તાલુકાના ઝરડાં ગામે ખેતીની જમીન પચાવી પાડવા બાબતે ઉગ્ર બોલાચાલી કરી શારિરિક-માનસીક ત્રાસ આપ્યાના બનાવે રાજ્યના ગૃહ સચિવ, જિલ્લા પોલીસ વડા અને મેઘરજ પોલીસ સ્ટેશને આઠ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવવા પામી છે.
વિગત એવી છે કે મેઘરજ તાલુકાના ઝરડાં ગામે ધુળાભાઇ દિતાભાઇ ભગોરા ગામને પાદરે સંયુક્ત માલિકીની ખેતીની જમીન ધરાવે છે. આ અંગે અરવલ્લી જિલ્લા નાયબ કલેકટરે ખેડવા માટે ઉપરોકત ખેડુતને નામે ખેતીની જમીન કરી આપેલ છે. માતા વૃદ્ધ અવસ્થામાં હોઇ આ ખેતીનું કામ મોટો પુત્ર કરે છે. આ કામના નવિનભાઇ સળુભાઇ ભગોરા સિધ્ધાર્થભાઇ ભગોરા, પપ્પુભાઇ નવિનભાઇ ભગોરા, લાલાભાઇ બાબુભાઇ ભગોરા સહિત ૮ વ્યક્તિઓ એક સંપ મંડળી રચી ખેતીની જમીન પચાવી પાડવા માટે અવાર - નવાર બિભત્સ ગાળો બોલી હેરાન પરેશાન કર્યા કરે છે. આ અંગે ઉપરોકત આરોપીઓ સામે રજુઆતો કરવા છતાં જિલ્લા પોલીસ કોઇ કાર્યવાહી હાથ ધરતા નથી. આ અંગે ફરયાદી પરિવારો ભયભીત બની હિજરત કરવાની તૈયારી કરી રહ્યા છે.

આ અંગે ધુળાભાઈ દિતાભાઇ ભગોરાએ રાજ્યના ગૃહ સચિવ જિલ્લા પોલીસ વડા, મેઘરજ પી.એસ.આઇ.ને લેખિતમાં જાણ કરી છે.

(4:40 pm IST)