Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

આ વર્ષનું પ્રથમ ખગ્રાસ ગ્રહણ જોવાનો મોકો ચૂકતા નહિં

આવતીકાલે આકાશમાં ખગ્રાસ ચંદ્રગ્રહણનો અદ્દભૂત નજારો જોવા મળશેઃ ભારતભરમાં સૂર્યાસ્તની સાથે નરી આંખે ગ્રહણ જોઈ શકાશે : રાજકોટ - અમદાવાદ અને જિલ્લા - તાલુકા મથકે જાથાના કાર્યક્રમઃ સમગ્ર ભારતમાં સૂર્યાસ્તની સાથે ગ્રહણ આશરે સવા બે કલાક આહલાદક આકાશમાં નિહાળી શકાશે : દુનિયાભરના વૈજ્ઞાનિકોએ સંશોધન માટે પડાવ નાખી દીધા

રાજકોટ, તા. ૩૦ : સમગ્ર ભારત સહિત વિશ્વના અમુક દેશો - પ્રદેશોમાં આવતીકાલ બુધવારે તા.૩૧ના અગ્રાસ ચંદ્રગ્રહણનો અદ્દભૂત અવકાશી નજારો બનવાનો છે. સમગ્ર ભારતમાં સૂર્યાસ્તની સાથે ગ્રહણ આશરે સવા બે કલાક આહલાદક આકાશમાં જોઈ શકાશે. વિશ્વના અમુક દેશો - પ્રદેશોમાં ગ્રહણ આશરે ૩ કલાકને ૨૪ મિનિટ નિહાળી શકાશે. વિશ્વના વૈજ્ઞાનિકોએ સંશોધનો માટે પડાવ નાખી દીધા છે. અદ્યતન ઉપકરણથી ગ્રહણની રજે રજની માહિતી ટીવી ઉપર લોકો જોઈ શકશે. ભારતમાં ગ્રહણનો સ્પર્શ જોવા નહિં મળે તેમ ખગોળપ્રેમીઓ વિદેશ નિશ્ચિત જગ્યાએ પહોંચી ગયા છે.

 

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યાએ જણાવ્યુ કે સંવત ૨૦૭૪ માઘ શુકલ પક્ષ પૂનમને બુધવાર તા.૩૧મી જાન્યુઆરી ૨૦૧૮નું ગ્રહણ કર્ક રાશિ, પુષ્ય - આશ્લેષા નક્ષત્રમાં થનારૂ ખગ્રાસ ચંદ્રગ્રહણ સમગ્ર ભારતમાં સૂર્યાસ્તની સાથે જોવા મળશે. આ ગ્રહણ ભારત સહિત સંપૂર્ણ એશિયા ખંડ, અમેરીકા, યુરોપના ઈશાન તરફના ભાગમાં ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, પેસીફીક મહાસાગર, હિંદ મહાસાગર, નોર્થ સ્કેન્ડીનેવીયા અન્ય પ્રદેશોમાં જોવા મળશે.

 

વધુમાં જયંત પંડ્યાએ જણાવ્યુ કે રાજયમાં રાજયકક્ષાના બે કાર્યક્રમોમાં રાજકોટ મવડી પ્લોટ, નવલનગર ગોવિંદયા ટ્રસ્ટનું અમૃત વિદ્યાલય, કાલાવડ રોડ, લેઉવા પટેલ કન્યા છાત્રાલય, અમદાવાદ - ગોતા ચોકડી પાસે આઈ.સી.બી. ફલોરા સામે સિલ્વર નસ્ટની બાજુમાં પ્લોટમાં, ગ્રહણ સમયે ચા - નાસ્તો, ભોજન અને નિદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. અંતમાં વર્ષ ૨૦૧૮નું પ્રથમ ખગ્રાસ ગ્રહણ જોવાનો મોકો ચૂકતા નહિં તેવું રાજયના લોકોને જાથા અપીલ કરે છે. માહિતી માટે મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.(૩૭.૩)

ગુજરાત સહિત અન્ય રાજયોમાં ગ્રહણ જોવા મળશે તેનો સમય

ભારત સમય મુજબ ભૂમંડલે ગ્રહણ સ્પર્શ : ૧૭ કલાક ૧૭ મિનિટ ૫૬ સેકન્ડ, ગ્રહણ સંમીલન : ૧૮ કલાક, ૨૧ મિનિટ, ૯ સેકન્ડ, ગ્રહણ મધ્ય : ૧૮ કલાક ૫૯ મિનિટ ૩૬ સેકન્ડ, ગ્રહણ ઉન્મીલન : ૧૯ કલાક ૩૮ મિનિટ ૦૨ સેકન્ડ, ગ્રહણ મોક્ષ : ૨૦ કલાક ૪૧ મિનિટ ૧૭ સેકન્ડ, ગ્રહણ પર્વકાળ : ૦૩ કલાક ને ૨૪ મિનિટ, ભારતમાં આશરે સ્પષ્ટ ગ્રહણ ૨ કલાકને ૨૩ મિનિટ, પરમગ્રાસ ૧.૩૨૧ અને મધ્ય ૦૧ કલાક ૧૭ મિનિટ સ્થિરતા રહેશે.

ગુજરાત સહિત અન્ય રાજયોમાં ગ્રહણ જોવા મળશે. તેનો સમય રાજયમાં ગ્રહણની શરૂઆત રાજકોટમાં સાંજના ૧૮ કલાક ૩ મિનિટ ૧૦ સેકન્ડ, જૂનાગઢ ૧૮ કલાક ૩૩ મિનિટ, ૨૧ સેકન્ડ, બાલાગામ - ૧૮ કલાક, ૩૫ મિનિટ, ૦૨ સેકન્ડ, વેરાવળ - ૧૮ કલાક, ૩૪ મિનિટ, ૨૨ સેકન્ડ, સોમનાથ - ૧૮ કલાક, ૩૩ મિનિટ, ૧૨ સેકન્ડ, ભાવનગર - ૧૮ કલાક, ૨૫ મિનિટ, ૪૪ સેકન્ડ, અમરેલી- ૧૮ કલાક ૨૯ મિનિટ, ૫૩ સેકન્ડ, જામનગર ૧૮ કલાક, ૩૩ મિનિટ, ૨૧ સેકન્ડ, પોરબંદર - ૧૮ કલાક, ૩૫ મિનિટ, ૫૧ સેકન્ડ, દ્વારકા ૧૮ કલાક, ૩૮ મિનિટ, ૧૭ સેકન્ડ, પાલીતાણા - ૧૮ કલાક, ૨૭ મિનિટ, ૨૨ સેકન્ડ, અમરેલી - ૧૮ કલાક, ૨૯ મિનિટ, ૫૩ સેકન્ડ, સુરેન્દ્રનગર - ૧૮ કલાક, ૨૬ મિનિટ, ૧૫ સેકન્ડ, મોરબી - ૧૮ કલાક, ૨૯ મિનિટ, ૩૧ સેકન્ડ, અમદાવાદ- ૧૮ કલાક, ૨૨ મિનિટ, ૫ સેકન્ડ, પાવાગઢ - ૧૮ કલાક, ૧૮ મિનિટ, ૫૫ સેકન્ડ, થરાદ - ૧૮ કલાક, ૨૪ મિનિટ, ૦૭ સેકન્ડ, ભરૂચ - ૧૮ કલાક, ૨૨ મિનિટ, ૨૨ સેકન્ડ, મુંબઈ - ૧૮ કલાક, ૨૬ મિનિટ, ૫૨ સેકન્ડ, દિલ્હી- ૧૭ કલાક, ૫૩ મિનિટ, ૪૬ સેકન્ડ, નાથદ્વારા - ૧૮ કલાક, ૧૩ મિનિટ, ૫૦ સેકન્ડ, અયોધ્યા (યુ.પી.) - ૧૭ કલાક, ૩૫ મિનિટ, ૫૦ સેકન્ડ, મથુરા - ૧૭ કલાક, ૫૩ મિનિટ, ૪૭ સેકન્ડ, દહેરાદૂન - ૧૭ કલાક, ૪૭ મિનિટ - ૨૦ સેકન્ડ, શિલોંગ- ૧૬ કલાક, ૫૭ મિનિટ, ૧૪ સેકન્ડ, બેંગ્લોર - ૧૮ કલાક, ૧૫ મિનિટ, ૩૩ સેકન્ડ, નિમચ ૧૮ કલાક, ૧૦ મિનિટ, ૨૫ સેકન્ડ, દિબ્રુગઢ આસામ - ૧૬ કલાક, ૪૧ મિનિટ, ૨૪ સેકન્ડ.(૩૭.૩)

(8:33 pm IST)