Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

મહીસાગર પોલીસે કડાણાના સરસડીની મહિલાની હત્યાનો ભેદ ઉકેલ્યો ;આડાસંબંધની શંકાએ પ્રેમીએ પતાવી દીધી :આરોપીની ધરપકડ

ઘરની પાછળની ખુલ્લી પડતર જમીનમાંથી લાશ મળતા અકસ્માતે મોતના કાગળો થયા બાદ પીએમ રિપોર્ટમાં ખુલાસા બાદ હત્યાના ગુન્હાનો ભેદ પારખાયો

 

મહીસાગર; જિલ્લાના કડાણાના સરસડી ગામે મહિલાની હત્યાનો મહિસાગર પોલીસે ભેદ ઉકેલ્યો છે.આડાસંબંધની શંકાએ મહિલાના પ્રેમીએ હત્યા કર્યાનું ખુલ્યું છે અંગેની વિગત મુજબ ડીંટવાસ પોલીસમાં ગત તા. ૨૬--૧૮ના રોજ નોધાવેલા ગુનામાં ફરિયાદી ધીરાભાઇ સોમાભાઇ પટેલીયા(રહે. સરસડી અરમા ફળીયું, તા કડાણા જી.મહિસાગર)ની દિકરી લીલાબેન તે રણછોડભાઇ કાળુભાઇ ડામોરની પત્ની (રહે. નવી ગોધરા હાલ રહે. સરસડી) પોતાના પિતાના ઘરે રાતે સૂઇ ગઇ હતી બીજા દિવસે ઘરની પાછળ આવેલી ખુલ્લી પડતર જમીનમાંથી લાશ મળી હતી. જેમાં પ્રથમ ડીંટવાસ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતના કાગળો તૈયાર કર્યા હતા.

    દરમિયાન પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં ડોકટરે મરનારનું મોત ગળુ તથા મોઢું દબાવી નીપજાવ્યું હોવાનું જણાયું હતું. ગુનાનો ભેદ ઉકેલવા મહિસાગર પોલીસે જુદી જુદી ટીમો બનાવી ખાનગી બાતમીદારી રોકી તેમજ વૈજ્ઞાાનીક ઢબે તપાસ કરી અલગ અલગ શખ્સોની પૂછપરછ કરી હતી.

   દરમિયાન મરનારનો પ્રેમી રમેશભાઇ દેવાભાઇ તલાટ (રહે. કરવાઇ તા કડાણા)ને ઝડપી પાડવામાં આવ્યો હતો અને આરોપીની પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું કે મરનાર લીલાબેન સાથે છેલ્લા બે વર્ષથી તેને પ્રેમ સંબંધ હતો અને તેના ઘરની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં મળવા જતો હતો અને ગત તા.૨૧--૨૦૧૮ના રોજ રાત્રીના સમયે હું મળવા ગયો ત્યારે લીલા બીજા માણસ સાથે આડા સંબંધ રાખતી હોય બાબતે બંને વચ્ચે ઝઘડો થતાં તેની હત્યા કરી હતી. જેથી પોલીસે તા. ૨૮ના રોજ આરોપીની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.

(9:20 am IST)