Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

અમદાવાદ કોંગ્રેસના ધારાસભ્ય સામે કોંગ્રેસના જ યુવા નેતાનો રૂ.૧૦ કરોડનો માનહાનીનો દાવો

અમદાવાદઃ અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદીન શેખ સામે રૂ.૧૦ કરોડની માનહાનીનો દાવો કરાતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.

દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સામે કોંગ્રેસના યુવા નેતા રાજેશ બ્રહ્મભટ્ટે સિટી સિવિલ કોર્ટમાં રૂ.૧૦ કરોડનો માનહાનિનો દાવો કર્યો છે. કોર્ટે ગ્યાસુદ્દીનને નોટિસ કાઢી વધુ સુનાવણી ૨ ફેબ્રુઆરીના રોજ થશે. શાહપુરમાં રહેતા અને ગ્રાહક સુરક્ષા સેલ અમદાવાદ કોંગ્રેસના પ્રમુખ રાજેશ બ્રહ્મભટ્ટ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, મારી કારર્કિદીને હાનિ પહોંચાડવાના ઇરાદે ધારાસભ્યે વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગુજરાત પ્રદેશ પ્રમુખ સહિતાના નેતાઓને પત્ર લખ્યો હતો.

જેમાં આક્ષેપ કરેલો કે રાજેશ બ્રહ્મભટ્ટ અને પૂર્વ કાઉન્સિલર રાજેશ મોમીન પક્ષ વિરોધી પ્રવૃતિ કરી રહ્યા છે. દરિયાપુરના ભાજપના ઉમેદવારને જીતાડવા માટે રાઇફલ કલબમાં ૧૧ નવેમ્બરે બેઠક હતી. જેમાં રાજુ મોમીનને અપક્ષ ઉમેદવારી કરવા ૫૦ લાખની લાલચ આપી હતી. આ બેઠકમાં મૈયુદ્દીન બના શેઠે વિરોધ કરતા રાજેશ બ્રહ્મભટ્ટ અને રાજુ મોમીન ભાગી ગયા હતા. જે અંગેના સીસીટીવી ફુટેજની ખરાઇ કરી પક્ષ વિરોધી પ્રવૃતિ કરતા આગેવાનોને તાત્કાલિક સસ્પેન્ડ કરવા પક્ષના  હિતમાં છે.

(7:29 pm IST)