Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

નર્મદા કેનાલમાંથી પાણી ન લેવા નોટીસ પાઠવાતા ખેડૂતોમાં આક્રોશ : ચક્કાજામ સરકાર સામે સુત્રોચ્ચાર

અમદાવાદ : નર્મદા ડેમ પાસે આવેલી કેનાલમાં પાણી ઉપાડવાની મનાઇ ફરમાવીને  ખેડૂતોને નોટીસ પાઠવવામાં આવતા તેના ઘેરા પડઘા પડ્યા છે અને ખેડૂતોએ ચક્કાજામ કરીને સરકાર સામે સુત્રોચ્ચાર કરીને આકરો વ્યકત કર્યો હતો.

નર્મદા નિગમ દ્વારા નર્મદા ડેમના નજીકના ૧૦ કિલોમીટરના ખેડૂતોને નોટિસ આપવાનો સતત બીજા દિવસે વિરોધ થયો છે. પરિવાર સાથે આવેલા ખેડૂતોએ ઊંડવા કેનાલ પાસે નર્મદા કેનાલ પુલ ઉપર ચક્કાજામ કર્યો હતો. તેમણે રસ્તા પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો અને સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યો હતો.

ચક્કાજામની જાણ થતા કેવડિયા પોલીસ કેનાલ પર પહોંચી હતો. પોલીસને જાઈને ખેડૂતોએ રામધૂન અને નર્મદા ભજન શરૂ કર્યા હતા. સાથે જ કેનાલ બંધ કરવાની ચીમકી આપી હતી. કોંગ્રેસે પણ આ મુદ્દે સરકારને દ્યેરવાનું નક્કી કર્યું છે. નાંદોદ મતવિસ્તારના ધારાસભ્ય પી.ડી.વસાવાએ વિધાનસભામાં મુદ્દો ઉઠાવવાની વાત કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે સરકાર લોકશાહી વિરુદ્ઘનું કામ કરી રહી છે. નર્મદા ડેમની નજીકના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળે તે માટે સરકારને રજૂઆત કરાશે.

નર્મદાના પાણી સરકારના માથાનો દુખાવો બનતા જાય છે. પહેલા ૧૫ માર્ચથી સિંચાઈ માટે પાણી બંધ કરવાની વાત બાદ હવે નર્મદા ડેમથી ૧૦ કિલોમીટરના વિસ્તારના ખેડૂતોને પાણી નહીં લેવા અપાયેલી નોટિસે નવા વિવાદે જન્મ લીધો છે. ખેડૂતોએ કેનાલોના પાણી બંધ કરી દેવાની ચીમકી આપી છે. ખેડૂતોની ફરિયાદ છે કે તેમણે જમીન મુખ્ય કેનાલ માટે આપી હતી અને હવે તેમને જ પાણી લેવા દેવામાં નથી આવતું.

વાસ્તવમાં હકીકત એવી છે કે આ ગામ મુખ્ય કેનાલને અડીને ડેમથી ૯ કિલોમીટરના અંતરે આવેલી છે અને આ ગામે ૨૦૦ એકર જમીન કેનાલમાં ગુમાવી છે. તેમ છતાં આ ગામના ખેડૂતોને પાણી નહીં મળતા મજબૂરીવશ ખેડૂતો સિંચાઈ માટે મુખ્ય કેનાલમાં બકનળીઓ નાખી રહ્ના છે. હજુ સરકાર જા સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ નહીં કરાવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. કેનાલની સુરક્ષા કરતા એસઆરપી દ્વારા ખેડૂતોને ત્રાસ આપવમાં આવતો હોવાનો કરાયો છે.

(4:12 pm IST)