Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

અમદાવાદના 6 પોલીસ ઈન્સપેક્ટરની બદલી : પોલીસબેડામાં ચર્ચાનો માહોલ

જે.વી રાણા, જે.એમ. સોલંકી, એ.જે. પાંડવ, એ.પી. ગઢવી, એન.કે વ્યાસ અને એ.એન. તાવીયાડની બદલી

અમદાવાદ: અમદાવાદમાં પીઆઇની બદલીઓનો દોર યથાવત્ છે. આજે શહેરના કુલ 6 PIની બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે.

 અમદાવાદ શહેર સંજય શ્રીવાસ્તવે બદલીના આદેશ આપ્યા છે. શહેરમાં PIની બદલીના દોરથી પોલીસબેડામાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. આ 6 PIની બદલી કરવામાં આવી છે જેમાં જેમાં જે.વી રાણા, જે.એમ. સોલંકી, એ.જે. પાંડવ, એ.પી. ગઢવી, એન.કે વ્યાસ અને એ.એન. તાવીયાડની બદલી કરવામાં આવી છે. બાપુનગરના PI એન. કે. વ્યાસની કંટ્રોલરૂમમાં બદલી કરાઇ છે PIની બદલીના દોરથી પોલીસબેડામાં ચર્ચાનો માહોલ જામ્યો છે 

(11:38 pm IST)