Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

રાજપીપળા શહેરને મળી 17.77 કરોડની ભૂગર્ભ ગટર લાઈન : પાલિકા પ્રમુખના હસ્તે થયું ખાત મુહુર્ત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગરમા આજે પણ ખુલ્લી ગટર લાઈનો છે. જેને ભૂગર્ભ ગટર લાઈનોમાં ફેરવવા રાજ્ય સરકાર દ્વારા 17.77 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. રાજપીપલાની ભૌગોલિક પરિસ્થિતિને જોતા બે થી ત્રણ ભાગોમાં આ ભૂગર્ભ  લાઇનને વિભાજન કરી એક મુખ્ય લાઈન આપી આખા શહેરને આવરી લે એવી વ્યવસ્થા કરવા મધ્યસ્થ વિસ્તાર રાજેન્દ્ર નગર સોસાયટી માથી આ ભૂગર્ભ ગટર લાઈનનું ખાત મુહુર્ત કરવામાં આવ્યું.જેમાં પાલિકા પ્રમુખ જીગીશા ભટ્ટ, ઉપ પ્રમુખ સપના વસાવા, પૂર્વ પ્રમુખ સંદીપ દશાંદી, શહેર પ્રમુખ રામણસિંહ રાઠોડ,મંત્રી અજિત પરીખ, રાજુભાઇ પટેલ સદસ્ય પ્રતીક્ષા પટેલ,નિતાબેન પંડ્યા, તેજશ પંડ્યા સહિત આગેવાનો હાજર રહી ભૂગર્ભ ગટર લાઈનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

(11:18 pm IST)