Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

વાંદરી ગામે સ્વ.અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે મુલાકત દરમિયાન ત્યાંના માર્ગનું નામ પિતાના નામે આપવા આશા વ્યક્ત કરી

(ભરત શાહ) રાજપીપળા : રાજ્ય સભા ના સાંસદ સભ્ય સ્વ. એહમદ પટેલ દ્વારા દત્તક લીધેલ  દેડિયાપાડા તાલુકાના અંતરિયાળ ગામ વાંદરી મુકામે આજ રોજ સ્વ. એહમદ ભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના પુત્ર ફૈઝલભાઈ પટેલ આવ્યા હતાં  તેમના વેલફેરના કામો આગળ ચાલુ રાખશે અને ખૂટતી સુવિધાઓ માટે આગળ કામગીરી ચાલુ રાખશે તેવી ગ્રામજનોને ખાતરી આપી હતી સાથે સાથે વાંદરી ગામના રોડને પિતા સ્વ.એહમદ ભાઈ પટેલનું નામ આપવા પોતાનો વિચાર મુક્યો હતો. સાથે સાથે પોતના પિતા અહેમદભાઈની માફક જ દરેક નાના વ્યક્તિને મળવા માટે જણાવી કોઈને પણ કોઈ રજુઆત કરવી હોય તો મને એકલા પણ મળી કરી શકે છે તેમ જણાવી નાનામાં નાના વ્યક્તિને પણ યોગ્ય માન સન્માન આપ્યું હતું.

(11:14 pm IST)