Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

રાજપીપળા પબ્લિક હોસ્પિટલના ડોકટર સામે દર્દીના પત્નીએ પોલીસ ફરિયાદ આપતા ચકચાર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા કોર્ટની બાજુમાં આવેલી પબ્લિક હોસ્પિટલના ડોક્ટર ભાવેશ પટેલ સામે દર્દીના પત્નીએ પોલીસ ફરિયાદ કરતા સમગ્ર પંથકમાં આ બાબત ચર્ચામાં રહી છે.
        પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળાની પંચવટી સોસાયટીમાં રહેતા હર્ષાબેન સુરેશભાઈ પંડ્યાએ રાજપીપળા પો. સ્ટે.માં આપેલી ફરિયાદ અનુસાર તેમના પતિ સુરેશભાઈને ખાસી, તાવ તેમજ શ્વાસની બીમારી થતા પબ્લીક હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ ગયા જયા ફરજ પરના ડો.ભાવેશ પટેલ એ દર્દીને તપાસી એક્ષ-રે રીપોર્ટ કરાવેલ જે રીપોર્ટ જોઇ ન્યુમોનીયા હોવાનુ જણાવી સારવાર માટે દાખલ કરી કોરોના બીમારીના લક્ષણો જણાતા હોવા છતા કોવીડ-૧૯ રીપોર્ટ ન કરાવી ખોટા વાયદા કરી દર્દી પાસે સારવારના ખર્ચ પેટે રૂ.૧૦,૦૦૦ એડવાન્સ ડીપોઝીટ પેટે લઇ સીટી સ્કેન રીપોર્ટ આવતા ડોકટર ભાવેશ પટેલે કોરોના બીમારી હોવાનુ જણાવી તેમના દવાખાનામા કોરોના બીમારીની સારવાર માટે દાખલ રાખવાનુ કહી આ બાબતે બીજા દર્દીઓને જાણ નહી કરવાનુ કહી કોરોના બીમારીનો સારવાર ખર્ચ દોઢથી બે લાખ થશે તેમ કહી પોતાના આર્થિક ફાયદા માટે દવાખાના મા સારવાર માટે દાખલ રાખ્યા હતા ત્યારબાદ દર્દીની તબીયત વધુ બગડતા વધુ સારવાર માટે ગોત્રી હોસ્પિટલ વડોદરા ખાતે લઇ જતા ત્યાં પણ કોવીડ-૧૯ રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો આમ ડોકટર ભાવેશ પટેલ દ્રારા પોતાના આર્થિક ફાયદા ખાતર દવાખાના મા સારવાર લઇ રહેલ બીજા દર્દીઓને પણ કોરોના મહામારીનુ સંક્રમણ થાય તેમ હોવાનુ જાણવા છતા તેમના જીવનને જોખમમા મુકી હર્ષાબેન ના પતિને કોરોના મહામારીના લક્ષણો જણાતા હોવા છતા ન્યુમોનીયા બીમારી હોવાનુ જણાવી સારવાર માટે દાખલ રાખી ફરીયાદી સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરી હોવાની ફરિયાદ આપતા આ બાબતે રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(10:45 pm IST)