Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

તું મેરે ભાઇ કો છોડ દે, નહીં તો જાન સે હાથ ધો બેઠેગી

TRB જવાન સાથે લગ્ન કરનાર યુવતીને ધમકી : બાળકના જન્મ બાદ હૃદયમાં કાણું હોવાને કારણે ટીઆરબી જવાન મહિલાને તરછોડી પોતાના વતન ભાગી ગયો હતો

સુરત,તા.૨૯ : સુરતમાં રહેતી યુવતીને એક ટીઆરબી જવાને લગનની લાલચ આપી પ્રેમ સંભંધ રખ્યા હતા. જોકે યુવતી ગર્ભવતી થઇ જતા યુવાને તેની સાથે લગ્ન કર્યા હતા. લગન જીવન દરમિયાન યુવતીએ બાળકને જન્મ આપ્યો હતો. જોકે, બાળકના જન્મ બાદ  દિલમાં કાણું  હોવાને કારણે ટીઆરબી જવાને મહિલાને તરછોડી વતન ભાગી ગયો હતો. સમગ્ર ઘટનમાં જવાનના ભાઈ દ્વારા યુવતીને ધમકી આપવામાં આવી હતી. જેમાં તેણે કહ્યું હતું કે, તું મેરે ભાઇ કો છોડ દે, નહીં તો તું અપની જાન સે હાથ ધો બેઠેગી. આવી ધમકી મળતા યુવતીએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

સુરતમાં એક યુવતીને એક યુવાન સાથે પ્રેમ કરવો ભારે પડ્યો છે. યુવાને પ્રેમ સંબધમાં યુવતી સાથે મજા કરી બાદમાં યુવતી ગર્ભવતી બનતા પરિવારની જાણકારી બહાર લગન કાર્યા તો ખરા પણ આખરે યુવતીને તરછોડી ભાગી જતા ઘટના સામે આવી છે. મૂળ ઉત્તર પ્રેદેશની વાતની અને હાલમાં સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક આવેલી ભવાનીનગરમાં રહેતી રૂપા ઉર્ફે પૂનમ પ્રમોદ સીંગ યુવતી હાલ એક બાળક સાથે રહે છે યુવતીને આજથી ચાર વર્ષ પહેલા પોતાની મિત્ર કંચન દિપક કનૈયા ચૌહાણ  મીર હોવાને લઇને અનેક વખત તેના ઘરે જતી હતી. ત્યારે મહિલા મિત્રના પતિનો મિત્ર નામે  દિપેન્દ્ર ઉર્ફે દિપક કમલસીંગ સાથે પરિચય થયો હતો. દિપેન્દ્રએ પૂનમ સમક્ષ પ્રેમનો એકરાર કરતા કહ્યું હતું કે, મૈ તુમ્હે બહોત પ્યાર કરતા હું, મૈ તુમ્હારે બિના નહીં રહે શકતા, મૈ તુમશે શાદી કરના ચાહતા હું, મૈ તુમ્હારે બિના મર જાઉંગા એમ કહ્યું હતું.

જેથી પૂનમે દિપેન્દ્રના પ્રેમનો પ્રસ્તાવ સ્વીકાર્યો હતો. જોકે, પ્રેમસંબંધમાં બંનેવ આગળ વધવા લાગ્યા હતા. ને જોત જોતામાં બંનેવ એક સાથે ફરવા પણ જતા હતાને ફરવા સાથે બંનેવ પ્રેમીઓએ એકાંતની  મજા માણતા હતા. બંનેવના પ્રેમ વચ્ચે એક દિવસ પૂનમને ખબર પડી કે, સંબધમાં બાંધેલ શારીરિક સંબધને કારણે તે માતા બનવાની છે. જોકે યુવતી  પૂનમને ત્રણ મહિનાનો ગર્ભ રહેતા દિપેન્દ્રને જાણ કરી હતીપરંતુ પ્રેમી યુવાને પૂનમને  જ્યાં સુધી મોટા ભાઇ બિપીનના લગ્ન નહીં થાય ત્યાં સુધી પરિવારને કહેવું યોગ્ય નથી એમ કહી દિપેન્દ્રએ લગ્નની વાત નકારી કાઢી હતી.

પણ  પૂનમ ગર્ભવતી હોવાની જાણ યુવતીની માતાને થતા દિપેન્દ્ર અને પૂનમે મંદિરમાં લગ્ન કરી લીધા હતા. જોકે લગ્ન બાદ ગત  જાન્યુઆરી મહિનામાં પૂનમે પુત્રને જન્મ આપ્યો હતો. અરસામાં બિપીનના લગ્ન થઇ જતા પરિવારને લગ્નની જાણ કરવા પૂનમે દિપેન્દ્રને કહ્યું હતું. પણ  યુવાન યુવતી સાથે મજા કરી લગ્ન કરવા નહિ ઈચ્છતો હોવાને લઇને જયારે પૂનમ લગ્નની જાણકારી પરિવારને આપવાની વાત કરે ત્યારે  દિપેન્દ્ર બાબતે પૂનમ સાથે ઝઘડો કરી માર માર્યો હતો. જોકે પૂનમ સાથે લગન નહિ કરવા એક દિવસ  દિપેન્દ્ર તેના  કાકા-કાકી સાથે સુરતથી વતન યુ.પી ચાલ્યો ગયો હતોજોકે, વાતની જાણકારી યુવતી પૂનમને મળતા તેને ખ્યાલ આવી ગયો હતો કે યુવાન તેની સાથે દગો કરવાનો છે. જેથી  પૂનમે દિપેન્દ્ર સાથેના લગ્નના ફોટા ફેસબુક પર અપલોડ કર્યા હતા.

પૂનમના ફ્રેન્ડલિસ્ટમાં દિપેન્દ્રના પિતા કમલસીંગ પણ હતા અને તેમણે ફોટા જોતા વેંત ચોંકી ગયા હતા. જોકે ફોટા બાબતે પોતે પુત્ર  દિપેન્દ્ર પૂછતાં પુત્ર કોઈ જવાબ આપી શક્યો હતો અને યુવાન  દિપેન્દ્ર  ગુસ્સામાં આવી જઈને સુરત ખાતે પૂનમ ફોન કરી ધમકી આપી હતી કેતારા કારણે પરિવારને લગ્નની જાણ થઇ ગઇ, હજી મારી બહેનના લગ્ન બાકી છે. બીજી બાજુ યુવાન  દિપેન્દ્રભાઈ  બિપીને  પણ પૂનમને ફોન પર ધમકાવી હતી. ભાઇએ કહ્યું હતું કે, તું મેરે ભાઇ કો છોડ દે નહીં તો તું અપને જાન સે હાથ ધો બેઠેગી, તુને જબરજસ્તી શાદી તો કર લી લેકિન અબ તું પછતાયેગી. જોકે પ્રેમ સંબંધ રાખી લગ્ન કર્યા અને પુત્રના જન્મ સાથે પતિ દિપેન્દ્રએ તરછોડી દેવા ઉપરાંત પુત્ર જયને હાર્ટમાં કાણું હોવાથી છેવટે પૂનમે દિપેન્દ્ર અને તેના ભાઇ વિરૂધ્ધ સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી પોલીસે મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

(7:58 pm IST)