Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

રાજ્યમાં કોરોના ધીમો પડ્યો : વધુ 999 દર્દીઓ સ્વસ્થ થયા: નવા 804 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 7 લોકોના મોત :મૃત્યુઆંક 4295 થયો : કુલ 2,29,143 લોકોએ કોરોનાને મ્હાત આપી : કુલ કેસનો આંક 2,43,459 થયો

રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 170 કેસ, સુરતમાં 156 કેસ,વડોદરામાં 130 કેસ, રાજકોટમાં 91 કેસ, દાહોદમાં 28 કેસ,ગાંધીનગરમાં 24 કેસ,કચ્છમાં 23 કેસ, મહેસાણામાં 21 કેસ, ભરૂચ અને પંચમહાલમાં 18-18 કેસ નોંધાયા: હાલમાં 10,021 એક્ટિવ કેસ: જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે  આજે રાજ્યમાં 804 નવા કેસ નોંધાય છે જયારે આજે વધુ 999 દર્દીઓ રિકવર થયા છે  છેલ્લા ઘણા દિવસો બાદ સતત નવા કેસની સંખ્યા 1000થી ઓછી  થઇ રહી  છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 804 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 999 દર્દીઓ સ્વસ્થ થયા છે રાજ્યમાં કોરોના કેસનો કુલ કેસની સંખ્યા 2,43,459 થઇ છે જયારે આજે વધુ  999 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 2,29,143 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં વધુ 7 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4295 થયો છે  રાજ્યમાં રિકવરી રેટ 94,02 થયો છે

  રાજ્યમાં હાલ 10,021 એક્ટિવ કેસ છે. જેમાંથી 63 દર્દીઓ વેન્ટિલેટર પર છે  જયારે 9958 દર્દીઓ સ્ટેબલ છે, છેલ્લ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 53,389 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેથી અત્યાર સુધીમાં કુલ 95,43,400 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

  રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, બનાસકાંઠામાં 1,બોટાદમાં 1,સુરતમાં 1 અને સુરત કોર્પોરેશનમાં 1 મળીને કુલ 7 લોકોના કોરોનાથી મોત થયા છે 

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 804 પોઝિટિવ  કેસમાં રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 170 કેસ, સુરતમાં 156 કેસ,વડોદરામાં 130 કેસ, રાજકોટમાં 91 કેસ, દાહોદમાં 28 કેસ,ગાંધીનગરમાં 24 કેસ,કચ્છમાં 23 કેસ, મહેસાણામાં 21 કેસ, ભરૂચ અને પંચમહાલમાં 18-18 કેસ નોંધાયા છે 

(7:58 pm IST)