Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

અમદાવાદમાં સફાઇ કર્મચારીઓનું આંદોલન સમેટાયું ચૂંટણી બાદ ચાર મુદ્દાઓનો ઉકેલ લાવવાની બાંહેધરી

રાતથી સફાઇ કામગીરી ચાલુ કરી દેવામાં આવશે.

અમદાવાદ : પાંચ દિવસ સુધી ચાલેલા સ્વચ્છતા કર્મચારીઓનું આંદોલન આખરે સમેટાયું છે. જો કે કાલે કમિશ્નરની ગાડીને ઘેરીને હુર્રિયો બોલાવ્યા બાદ અને આજે છટ્ઠા દિવસે તોડફોડ કર્યા બાદ આખરે સમગ્ર આંદોલન સમેટાયું છે. હડતાળ સમેટાયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આજે રાતથી જ શહેરમાં સફાઇ કામગીરી ચાલુ થશે. સફાઇ કર્મચારીઓની 5 પૈકી 4 માંગણીઓ ચુંટણી બાદ ઉકેલવાની ખાતરી અપાઇ છે. મ્યુનિસિપલ નોકરી મંડળ દ્વારા હડતાળ પુર્ણ થયાની જાહેરાત કરાઇ હતી

જો કે કર્મચારીની આત્મહત્યાના પ્રયાસ મુદ્દે આગેવાનોની ભુમિકા ખુબ જ શંકાસ્પદ રહી હતી. કમિશ્નરે ખાતરી આપેલા 4 મુદ્દાઓમાં પોલીસ ફરિયાદનો કોઇ ઉલ્લેખનથી. આત્મહત્યાના પ્રયાસ મુદ્દે આંદોલન કરીને લાભ ખાટવા માટે સમગ્ર ષડયંત્ર રચાયું હોવાનું હાલ અધિકારી વર્તુળમાં ચર્ચાઇ રહી છે. જો કે હાલના તબક્કે તો આંદોલન સમેટાતા રાતથી સફાઇ કામગીરી ચાલુ કરી દેવામાં આવશે.

અમદાવાદનાં શાહપુરમાં કોર્પોરેશન દ્વારા કચરાની ગાડી પર અજાણ્યા વ્યક્તિએ પાવડાથી હૂમલો કરીને કાચ તોડી નાખ્યા હતા. કર્મચારીઓ દ્વારા AMC કચેરીમાં ઘેરાવની જાહેરાત કરી હતી. દરમિયાન એએમસી દ્વારા આંદોલન કરી રહેલા કર્મચારીઓ સાથે વાતચીત માટે ત્રણ અધિકારીઓની કમિટીની રચના કરવામાં આવી હતી. સફાઇ કર્મચારીઓ આ કમિટી સામે હવે પોતાની માંગણી રજુ કરશે. કમિટી દ્વારા સમગ્ર મુદ્દે કમિશ્નરને અહેવાલ સોંપવામાં આવશે. ત્યાર બાદ નિર્ણય લેવાશે. જો કે કર્મચારીઓનાં કેટલાક પ્રતિનિધિઓ દ્વારા કમિશ્નર સાથે ઉગ્રતાથી વર્તન કરવામાં આવ્યું છે. શાંતિપુર્ણ બેઠકને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કેટલાક પ્રતિનિધિઓએ તો પોલીસ સાથે પણ ઝડાઝપી કરી હતી. 3 કલાકે સમય નક્કી હોવા છતા પ્રતિનિધિઓ 5 વાગ્યે પહોંચ્યા હતા.

(7:38 pm IST)