Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

ગાંધીનગરના રણાસણ ગામના ખેતરમાં દરોડા પડી પોલીસે દેશી દારૂની મોટી ભઠ્ઠી ઝડપી પાડી

ગાંધીનગર:જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા પોલીસ દોડી રહી છે ત્યારે ડભોડા પોલીસે બાતમીના આધારે રણાસણ ગામના ખેતરમાંં દરોડો પાડીને દેશી દારૃની મોટીભઠ્ઠી ઝડપી લીધી હતી અને અહીં પોલીસને દારૃ ગાળવાનો ૧૬૦૦ લીટર જેટલો વોશ મળી આવ્યો હતો. જેના સેમ્પલ લઈને સ્થળ ઉપર તેનો નાશ કરવામાં આવ્યો હતો. ત્યારે ૧પપ લીટર જેટલો દેશી દારૃનો જથ્થો પણ મળી આવ્યો હતો. જેથી દારૃની ભઠ્ઠી ચલાવનાર બુટલેગર સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૃ કરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લામાં પણ પ્રોહીબીશન ડ્રાઈવ અંતર્ગત તમામ પોલીસ સ્ટેશનો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં દરોડા પાડીને દરરોજ ચારથી પાંચ જેટલા પોલીસ કેસ કરવામાં આવી રહયા છે ત્યારે ડભોડા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે રણાસણ ગામના ખેતરમાં દેશી દારૃની ભઠ્ઠી ધમધમી રહી છે જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડતાં જમીનમાં દાટેલા આઠ પીપ મળી આવ્યા હતાજેમાં તપાસ કરતાં પીપમાં દારૃ ગાળવા માટેનો વોશ રાખવામાં આવ્યો હતો. વોશના સેમ્પલ લઈને ૧૬૦૦ લીટર જેટલો વોશનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત પોલીસે સ્થળેથી ૧પપ લીટર જેટલો દેશીદારૃ પણ કબ્જે કર્યો હતો. દેશી દારૃની ભઠ્ઠી ચલાવતાં જયદીપસિંહ રાજુસિંહ ગોહિલ રહે. રણાસણ  સામે પોલીસે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો અડાલજ પોલીસે પણ બાતમીના આધારે અડાલજના આંબલીવાસમાં દરોડો પાડીને દીપક દલસુખભાઈ દંતાણીના ઘરેથી પ૦ લીટર જેટલો દેશી દારૃ ગાળવાનો વોશ કબ્જે લઈ તેનો નાશ કર્યો હતો અને દીપક દંતાણીની ધરપકડ કરીને વધુ તપાસ શરૃ કરી હતી.

(5:40 pm IST)