Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

કલોલ નજીક સર્જાયેલ અકસ્માતમાં કાર પલ્ટી જતા ગૌમાંસ બહાર નીકળી આવતા પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી:ફરાર બે શખ્સોને ઝડપવા કાર્યવાહી શરૂ

ગાંધીનગર:શહેર અને જિલ્લામાં ગૌમાંસની હેરાફેરી અટકાવા પોલીસ દોડી રહી છે ત્યારે જીવદયાપ્રેમીઓ દ્વારા અવારનવાર મુંગા પશુઓને ક્રુરતાપૂર્વક બાંધીને લઈ જવાતા અટકાવાયા છે. કલોલ શહેરમાં પણ મહેસાણા તરફથી પુરઝડપે આવી રહેલી કાર નં.જીજે-૦૧-કેબી-૪૬૩૭ને અકસ્માત સર્જાતા તે પલટી ગઈ હતી અને કારમાં સવાર બે શખ્સો ત્યાંથી ભાગી ગયા હતાજેના પગલે આસપાસના લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા

કારમાંથી ગાયના પગ જેવું અંગ બહાર પડયું હતું. જેથી ગૌમાંસનો જથ્થો હોવાની શંકાના પગલે ઘટના અંગે કલોલ શહેર પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે સ્થળ ઉપર પહોંચીને તપાસ કરતાં કારમાંથી જેટલા કોથળાઓમાં ગૌમાંસ ભરેલા મળી આવ્યા હતા. ત્યારે ફરાર કાર ચાલક સામે ગુનો દાખલ કરીને પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

(5:40 pm IST)