Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

સુરતના ગોડાદરામાં પ્રેમસંબંધમાં ગર્ભવતી બનેલ ક્રૂર માતાએ નવજાત બાળકને પાર્કિંગમાં ત્યજી દેતા ચકચાર મચી જવા પામ્યો

સુરત: શહેરમાં ગોડાદરાના પ્રમુખ આરણ્ય બિલ્ડીંગના પાર્કીંગમાંથી ગત સાંજે ત્યજી દેવાયેલું નવજાત બાળક મળી આવતા ગોડાદરા પોલીસ દોડતી થઇ ગઇ હતી. જો કે પોલીસે પ્રેમસબંધમાં કુંવારી માતા બનેલી નિષ્ઠુર જનેતાને ગણતરીના કલાકોમાં શોધી કાઢવામાં સફળતા મેળવી હતી.
ગોડાદરાના પ્રમુખ આરણ્યા બિલ્ડીંગ નં. બી/4 ના પાર્કીંગમાંથી ગત સાંજે એક નવજાત બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હતું. બિલ્ડીંગના રહેવાસીઓની રડી રહેલા માસુમ ઉપર નજર પડતા તુરંત 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો અને પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. જેને પગલે ગોડાદરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસે ચારથી પાંચ કલાક પૂર્વે જન્મેલા માસુમને ત્યજી દેનાર નિષ્ઠુર જનેતાની સ્થાનિક વિસ્તારમાં શોધખોળ શરૂ કરી હતી.

(5:38 pm IST)