Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અંદરો અંદર ડોક્ટરોએ દલીલ કરી પોસ્ટમોટર્મ મોડું કરતા પરિવારજનોને હાલાકી

સુરત: શહેરની નવી સિવિલ હોસ્પિટલ ખાતે એક ડૉક્ટર કહે પોસ્ટમોર્ટમ કરવાનું. જ્યારે બીજા ડૉક્ટર કહે પોસ્ટમોર્ટમ નહીં કરવાનું. જેના લીધે ભારે વિવાદ સર્જાયો હતો જેના કારણે મહિલાનો પોસ્ટમોર્ટમ મોડું થતાં તેના પરિવારજનોએ હાલાકી વેઠવી પડી હોવાનું જાણવા મળે છે.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ ભરૂચના ઝઘડિયા ખાતે તલોદરામાં રહેતા 60 વર્ષીય સુશીલાબેન ભગવતભાઈ યાદવ છેલ્લા કેટલાક સમયથી પેરાલીસીસની બીમારીથી પીડાતા હતા અને સાથે તેમને સુગર વધઘટ પણ થયા કરતું હતું

જોકે ગત તારીખ 21 મી તેમની તબિયત બગડતાં સારવાર માટે ભરૂચની હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાંથી તેમને ઘરે લઇ ગયા હતા જ્યાં તેમને પરિવારના સભ્યો વૃદ્ધાને હાથમાં ઊંચકીને જતા હતા ત્યારે અચાનક વૃદ્ધા પડી જતા ઇજા થઇ હતી જેથી તેમને સારવાર માટે તરત સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં ગઈકાલે સાંજે તેમનું મોત નિપજ્યું હતું.

(5:37 pm IST)