Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

વલસાડ જિલ્લા પોલીસે પીધેલાઓની જાન માટે બસો હાયર કરી ,દારૂ પીધા પેલા વિચારજો

વાપી પોલીસે મંડપ બનાવ્યા અને વલસાડ પોલીસે મેરેજ હોલ ભાડે રાખ્યા

(કાર્તિક બાવીશી દ્વારા )થર્ટીફર્સ્ટનાં કારણે પોલીસ વિભાગે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.દમણ અને વાપીનાં વિવિધ નાકા ઉપર પોલીસ વિભાગે પોલીસ ચેકપોસ્ટ બનાવી દેવામાં આવી છે.જયારે વાપીટાઉન પોલીસ વિભાગ દ્રારા દારૂ પીનારા લોકોને રાખવા માટે પોલીસ મથકની બહાર મંડપ બનાવવામાં આવ્યો છે. જેથી કરીને તેને ત્યાં રાખી શકાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.આમ દારૂ પીનારા લોકોની સામે પોલીસ વિભાગે કાર્યવાહી કરવા માટે તંત્રને ગોઠવી દીધુ છે.મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશમાં ન્યુયર પાર્ટીઓમાં નશો કરીને જિલ્લામાં પ્રવેશતા પીધ્ધડોને ઝડપી પાડવા માટે એસપી ડો. રાજદીપસિંહ ઝાલાએ જિલ્લામાં 18 જેટલી ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. દારૂના નશામાં કોઈપણ વ્યક્તિ પ્રવેશે નહીં તે રીતની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં દારૂના નશામાં આવતા લોકોને ઝડપી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

કોવિડની ગાઈડ લાઈન વચ્ચે દારૂના નશામાં ઝડપાયેલા લોકોનું મેડિકલ કરાવવા અને કોવિડ ટેસ્ટ કરાવવા માટે આરોગ્ય વિભાગની ટીમની મદદ લેવામાં આવશે. દરેક પોલીસ મથકે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બ્લડ સેમ્પલ અને કોરોના રેપીડ ટેસ્ટ કરાવવામાં આવશે. દારૂના નશામાં ઝડપાયેલા લોકોને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા માટે જિલ્લામાં 8 મેરેજ હોલ હાયર કરવામાં આવ્યા છે. જેમાં દારૂના નશામાં ઝડપાયેલા લોકોને પુરવામાં આવશે.

(3:29 pm IST)