Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

કાપડ ઉદ્યોગોનું ગુજરાતમાંથી પલાયન !

મહારાષ્ટ્રમાં શીફટ થઈ રહેલા ઉદ્યોગોને રોકવા રહીરહીને રાજય સરકાર જાગીઃ હવે કાપડ ઉદ્યોગકારોને ભાગતા રોકવા વિજળીમાં આપશે સબસીડી

સુરતઃ છેલ્લા કેટલાક મહિનાઓમા઼ મહારાષ્ટ્ર સરહદ નજીકના ઉમરગાંવ અને અન્ય ઔદ્યોગિક વિસ્તારોમાંથી કેટલીય મોટી કંપનીઓ, ફેકટરીઓ અને કારખાનાઓ મહારાષ્ટ્રમાં શીફટ થઈ ગયા છે. અન્ય કારણોમાં મુખ્ય કારણ હતું. ત્યાં વીજળી ગુજરાતથી અડધા દરે મળે છે.

જો કે ગુજરાત સરકાર તરફથી કપડા ઉદ્યોગકારો માટે જાન્યુઆરી ૨૦૧૯માં ટેકસટાઈલ પોલીસીની જાહેરાત કરાઈ હતી. તેના હેઠળ નવા કાપડ એકમોને વીજળીમાં સબસીડી આપવાની જાહેરાત પણ સામેલ હતી. પણ રાજયના કાપડ ઉદ્યોગકારોને તેનો લાભ નથી મળ્યો.

જણાવાઈ રહ્યું છે કે ઉર્જા મંત્રાલય તરફથી કાપડ ઉદ્યોગકારોને સબસીડી આપવા માટે જરૂરી મોડયુલ જ તૈયાર નથી કરાયું. ચેમ્બર ઓફ કોમર્સ અને ઉદ્યોગપતિઓ દ્વારા રાજય સરકારને રજૂઆત કરાયા પછી હવે જાન્યુઆરી ૨૦૨૧માં મોડયુલ શરૂ થવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે.(

(2:56 pm IST)