Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

સુરતમાં ફાયર વિભાગનો સપાટો : ફાયર સેફ્ટીના અભાવે 1 હજારથી વધુ દુકાનો સીલ

અંબાજી માર્કેટમાં 650 દુકાનો, ન્યૂ અંબાજી માર્કેટમાં 80 દુકાનો, મધુસુદન હાઉસમાં 100 દુકાનો, શંકર માર્કટમમાં 110 દુકાનો, મનીષ માર્કેટમાં 200 દુકાનો,સહીત અનેક વિસ્તારોમાં સપાટો બોલાવ્યો

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગ્રેડ વિભાગે રાત્રે કાર્યવાહી હાથ ધરી સપાટો બોલાવી દીધો છે. ફાયર સેફ્ટી વિનાની કોમર્શિયીલ બિલ્ડીંગ્સ સામે પગલાં ભરતાં એક હજારથી વઘારે દુકાનોને સીલ કરીને દુકાનદારોને નોટીસ પાઠવવામાં આવી છે. ફાયર સેફ્ટીના પુરતા સાધનો અને સર્ટીફિકેટ લીધા બાદ જ દુકાનોના સીલ ખોલવા માટે આદેશ અપાયો છે.

જે દુકાનોને સીલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તેમાં અંબાજી માર્કેટમાં 650 દુકાનો, ન્યૂ અંબાજી માર્કેટમાં 80 દુકાનો, મધુસુદન હાઉસમાં 100 દુકાનો, શંકર માર્કટમમાં 110 દુકાનો, મનીષ માર્કેટમાં 200 દુકાનો, ભેસ્તાનમાં આવેલા પેરિસ પ્લાઝા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં 54 દુકાનો અને ડ્રીમ હોન્ડાના શો રુમનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં તક્ષશિલા, રઘુવીર માર્કેટ ઉપરાંત અમદાવાદ, વડોદરા, રાજકોટમાં આગની ઘટના સામે આવતાં ફાયર વિભાગ હરકતમાં આવ્યું હતું. ફાયર વિભાગે ફાયર સેફ્ટી સંદર્ભે મોટી સંખ્યામાં નોટિસો પાઠવી હતી. ત્યાર બાદ નોટિસો સામે ફાયર સેફ્ટી ઊભી કરવા માટે એફિડેવિટ પણ રજૂ કરવામાં આવી હતી.. તેમ છતાં હજી સુધી ફાયર સેફ્ટી ઊભી કરવામાં ના આવતાં ફાયર વિભાગે કાર્યવહી હાથ ધરી હતી.

(2:08 pm IST)