Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

ગુજરાત સરકારની નવી 'ગુજરાત સોલર પાવર પોલીસી-૨૦૨૧' જાહેર કરતા વિજયભાઈઃ પરંપરાગત સ્ત્રોત-કોલસા આધારિત વીજ ઉત્પાદનમાં ઘટાડો

ગુજરાત સરકારની નવી 'ગુજરાત સોલર પાવર પોલીસી ૨૦૨૧' પરંપરાગત સ્ત્રોત-કોલસા આધારિત વીજ ઉત્પાદનમાં ઘટાડો રાજયમાં કોઈપણ  વ્યકિત / ડેવલોપર / ઉદ્યોગ પોતાની જમીન અથવા પ્રીમાઈસીસમાં કોઈપણ પ્રકારની લીમીટ વિના પોતાની જરૂરિયાત મુજબ સોલાર પ્રોજેકટ સ્થાપી  શકશે.

સોલાર પ્રોજેકટ સ્થાપવા માટે ઉદ્યોગ સેકશન્ડ લોડ / કોન્ટ્રેકટ ડિમાન્ડના ૫૦ ટકા ની હાલની લિમિટ દૂર કરાઈ ગ્રાહકો તેમની છત / જગ્યા પર સોલર પ્રોજેકટ્સ સ્થાપી શકશેઃ તેમની છત / જગ્યા જે તે પરિસરમાં વીજ ઉત્પાદન અને વીજ વપરાશ માટે થર્ડ પાર્ટીને લીઝ પર પણ આપી શકશે. વીજ કંપનીઓને PPA માટે આપવાની સિકયોરીટી ડિપોજીટની રકમ પ્રતિ મેગાવોટ  રૂ ૨૫ લાખથી ઘટાડીને રૂ ૫ લાખ  પ્રતિ મેગાવોટ કરાઈ.

 નવી સોલર પાવર પોલીસી પાંચ વર્ષ એટલે કે ૩૧-૧૨-૨૦૨૫ સુધી કાર્યરત રહેશેૅં આ નીતિ હેઠળ સ્થાપિત સોલર પ્રોજેકટ્સના લાભો ૨૫ વર્ષના પ્રોજેકટ સમયગાળા માટે મેળવી શકાશે. એકથી વધારે ગ્રાહકોનું જુથ પોતાના કેપ્ટિવ વપરાશ માટે સામૂહિક મૂડીરોકાણથી સોલર પ્રોજેકટ સ્થાપીને તેમાંથી ઉત્પાદિત થતી વીજળીનો વપરાશ તેમના મૂડીરોકાણના પ્રમાણમાં કરી શકશે. આ નીતિ અંતર્ગત સોલાર પ્રોજેકટ સ્થાપતા ગ્રાહકોને જે અંદાજિત ફાયદો થશે એમાં રહેણાંક ગ્રાહકોને  Rs. ૧.૭૭ – ૩.૭૮  પ્રતિ યુનિટ, ઔદ્યોગિક અને વાણિજિયક ગ્રાહકો (કેપ્ટિવ) Rs. ૨.૯૨ – ૪.૩૧ પ્રતિ  યુનિટ, ઔદ્યોગિક અને વાણિજિયક ગ્રાહકો (થર્ડ પાર્ટી સોલાર પ્રોજેકટમાંથી ખરીદી) Rs. ૦.૯૧ – ૨.૩૦  પ્રતિ યુનિટ જેટલો ફાયદો થશે.

(12:51 pm IST)