Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

વડોદરામાં પ્રધાનમંત્રી આવાસના મકાન લઘુમતિને ફાળવાતાં વિવાદ

પચાસ હજારથી વધુ વસ્તી ધરાવતાં ભાયલીના શાંત અને શિક્ષિત વિસ્તારમાં સરકારના નિર્ણયની સામે રોષઃ લેખિત વિરોધ

વડોદરાઃ વડોદરામાં શહેરમાં નવા વિકસીત એવા ભાયલી અને તેની આસપાસના વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વિસ્તાર બહારના લોકોને આવાસો ફાળવવામાં આવતાં વિવાદ સર્જાયો છે. ટીપી એક થી પાંચમાં ઇ.ડબલ્યુ.એસ.-૨ ટાઇપમાં આકાર લઇ રહેલ લગભગ આઠથી વધુ સ્કીમમાં પ્રત્યેક ટાવરમાં આયોજનબદ્ઘ મુસલમાનોને પાંચસો જેટલા આવાસ ફાળવવામાં આવ્યા હોવાના આક્ષેપ થઇ રહ્યાનું  નવગુજરાત સમય નોંધે છે. પંચાસ હજારથી વધુ વસ્તી ધરાવતાં શાંત અને શિક્ષિત વિસ્તારમાં આગામી દિવસોમાં સંપૂર્ણ શાંતિ જળવાઇ રહે તે માટે આ નિર્ણય અંગે ફેર વિચારણા કરવા માટે ભાયલી અવેરનેશ ગ્રુપ દ્વારા માંગણી કરવામાં આવી છે.

વુડા વિસ્તારમાં ભાયલી તેમજ બીલની ટીપી સ્કીમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૨૩૩૬ આવાસો બનાવવાનું નકકી કરાયું હતું. આ વિસ્તારના ખરેખર અસરગ્રસ્તો કહેવાય તેવા પાંચસોથી વધુ રહીશોના ફોર્મ વુડા દ્વારા રિજેકટ કરીને વિસ્તારના બહારના લઘુમતિઓને આવાસ યોજનામાં મકાન ફાળવવામાં આવ્યા છે. આ પરિસ્થિતિના પગલે ભાયલી અવેરનેશ ગ્રુપ દ્વારા આ વિસ્તારમાં અશાંતધારાનો કાયદો લાગુ કરાય તેવી જવાબદાર અધિકારીઓને આવેદનપત્ર આપીને માંગણી કરી છે. વુડા દ્વારા મકાનોની ફાળવણીમાં થયેલી ક્ષતીના કારણે હવે આ વિસ્તારમાં કોમવાદી માહોલ ઉભો થઈ રહ્યો છે. શાંત અને શિક્ષિત લોકોની બહુમતી ધરાવતાંમાં પણ હવે દરેક સોસાયટીની બહાર ભગવા ઝંડા અને જયશ્રી રામના નારા સાથેના બેનર લગાડવામાં આવી રહ્યા છે.

(12:50 pm IST)