Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

ભયાનક અકસ્માત : કારે ટક્કર મારતા સ્કૂટરમાં બેઠેલી ૩ વર્ષની બાળકી ઝાડ ઉપર અટકાઇ : મોત

બારડોલી, તા. ર૯ : કામરેજ તાલુકાના શામપુરા ગામ નજીક પુરપાટ દોડતી કારે એક સ્કૂટરને હડફેટે લેતા પરિવાર ફંગોળાઇ ગયેલ. ટક્કર એટલી જોરદાર હતી કે સ્કૂટરમાં બેઠેલી ત્રણ વર્ષની બાળકી લગભગ ૧૦-૧પ ફૂટ ઉછળીને ઝાડ ઉપર લટકી ગઇ હતી. ગંભીરરૂપે ઘાયલ બાળકીનું મોત થયેલ.

જયારે દંપતિ અને એક અન્ય નાની બાળકીને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ટીમ્બા ગામ નિવાસી સંજય રાઠોડ અને ઉમીષા સાથે સ્કૂટર ઉપર ખરીદી કરવા બારડોલી ગયેલ. મોડી સાંજે પરત ફરતી વખતે શામપુરા વિહાણ માર્ગ ઉપર સામેથી પુરપાટ આવતી કારના ચાલકે નિયંત્રણ ગુમાવતા કારે સંજયના સ્કૂટરને ટક્કર મારી પલટી ગઇ હતી.

સ્કૂટરમાં બેઠેલી મહેક ઉછળીને ઝાડ ઉપર લટકી ગઇ હતી. માતા-પિતા અને બહેન ગંભીરરૂપે ઘાયલ થયા હતાં. ગ્રામીણોએ ઝાડ ઉપરથી મહેકને ઉતારી અને બધાને હોસ્પિટલ લઇ ગયેલ, પણ ડોકટરોએ મહેકને મૃત જાહેર કરેલ.

(11:52 am IST)