Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

નવી સોલાર પોલિસીનું એલાનઃ નાના-મોટા ઉદ્યોગોને થશે ફાયદો

ગુજરાતમાં ઉદ્યોગકારોની પાવર કોસ્ટ નીચે આવશેઃ હાલ ૮ રૂપિયા પ્રતિ યુનિટ છે જે ઘટીને પાવર કોસ્ટ ૪.૫ રૂપિયાની આસપાસ આવશેઃ વિજયભાઇ રૂપાણી

અમદાવાદ તા. ૨૯: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે નવી સોલાર પોલિસી ૨૦૨૧ની જાહેરાત કરી છે. આ પોલિસી પાંચ વર્ષની રહેશે. જેનાથી નાના અને મોટા ઉદ્યોગોને ફાયદો થશે.

સતત વિકાસ સાથે હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં સમય સાથે નવા પરિવર્તનો જરૂરી છે. ઉદ્યોગો હવે નવા-નવા પડકારોનો સામનો કરી રહ્યા છે ત્યારે નવા નીતિ-નિયમો પણ બદલાય તે જરૂરી છે. તેથી સરકારે આ નવી પોલિસી જાહેર કરી છે.

મુખ્યમંત્રીએ કહ્યુ હતું કે સરકાર હંમેશા પોલિસી આધારિત વહિવટી કાર્યદક્ષતા વધારવા પ્રયાસો કરે છે. ગુજરાત ઉદ્યોગો માટે શ્રેષ્ઠ રોકાણનું કેન્દ્ર બન્યું છે. ગુજરાતમાં વધુમાં વધુ રોકાણ આવી રહ્યુ છે. સરકારે જે નવી પોલિસી જાહેર કરી છે તેનાથી ઉદ્યોગોની પાવર કોસ્ટ નીચી આવશે. નવી નીતિથી સૌર ઉર્જાનો દર ઘટશે. તેમણે કહ્યુ હતું કે, હાલ ઉદ્યોગોને ૮ રૂપિયા પ્રતિ યુનિટ વિજળી મળે છે તે આ નીતિ હેઠળ પ્રતિ યુનિટ ૪.૫૦ના ભાવે મળે. આનાથી પાવર કોસ્ટ નીચી જે અને ઉત્પાદન ખર્ચ ઘટશે. જેનાથી ઉદ્યોગોને ફાયદો થશે. આ પોલિસી પાંચ વર્ષ માટે રહેશે તેવું તેમણે ઉમેર્યુ હતું.

(2:05 pm IST)