Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

કોવિડ -૧૯ની વેકિસન , તેને આપવાની પધ્ધતિ અને તે માટેની માર્ગદર્શિકા લોકો સુધી પહોંચાડવામાં મીડિયાની ભૂમિકા ખૂબ જ અગત્યની : નિષ્ણાતો

ગુજરાત મીડિયા કલબ, સીસીસીઆર-પીડીપીયુ અને યુનિસેફ દ્વારા મીડિયાકર્મીઓ માટે રસીકરણની પ્રક્રિયા પહેલા એક ઓરિએન્ટેશનનું આયોજન કરાયું હતું

અમદાવાદ,તા. ૨૯: ગુજરાત મીડિયા કલબ (જીએમસી) સેન્ટર ફોર કમ્યુનિકેશન ઓફ ચાઈલ્ડ રાઇટ્સ (CCCR-PDPU)અને યુનિસેફ દ્વારા COVID 19 રસિકરણસંદર્ભે મીડિયા માટેનીઓરિએન્ટેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર્સ (CAB) વિશે પણ વાત કરવામાં આવી હતી. વર્કશોપ સોમવાર,૨૮ ડિસેમ્બરના રોજ અમદાવાદમાં યોજાઇ હતી.

બે કલાક ચાલેલી આ ઓરિએન્ટેશન વર્કશોપમાં COVID 19 રસિકરણ પ્રક્રિયાની સમજ અને તેના વિશેની જાગૃતિ મીડિયાકર્મીઓમાં વધે તે પ્રકારે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે આ રસિકરણ પ્રક્રિયામાં મીડિયાકર્મીઓનો શું મહત્વનો ફાળો રહેશે તે વિશે પણ ચર્ચા કરાઇ હતી. આ વર્કશોપમાં સ્થાનિક અને રાષ્ટ્રીય મીડિયામાં કામ કરતા ૩૫ જેટલા પત્રકારોએ ભાગ લીધો હતો. વર્કશોપમાં ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સ્ટેટ ઇમ્યુનાઇઝેશન ઓફિસર ડો. નયન જાની, યુનિસેફના હેલ્થ ઓફિસર ડો. શ્રવણ ચેનજી અને WHOના SMO ડો. ચિરાગ વાલિયાએ ટેકનિકલ સેશન્સ લીધા હતા.

મીડિયાકર્મીઓ સાથે વાત કરતાં ગુજરાત મીડિયા કલબના પ્રમુખ નિર્ણય કપૂરે જણાવ્યું હતું કે,'COVID 19 રસિવિશે લોકોને જાગૃત કરવામાં મીડિયાનો ખૂબ જ મોટો ફાળો છે. આ સાથે રસિકરણની પ્રક્રિયા અને માર્ગદર્શિકા પણ લોકો સુધી પહોંચાડવામાંમીડિયાનો ફાળો મોટો છે. આપણા બધાનું એ કર્તવ્ય છે કે વોટ્સએપ અને સોશિયલ મીડિયામાં રસિ સામેનો ખોટો પ્રચાર થઈ રહ્યો છે તેની સામે આપણે સાચી વાત લોકો સમક્ષ મૂકીએ.COVID 19ના રસિ વિશેની તબક્કાવાર જાણકારી જો આપણે લોકોને પહોંચાડતા રહીશું તો લોકોને સાચો નિર્ણય લેવામાં મદદરૂપ થઈશું.'

રસિ વિશેની રાજયની તૈયારી વિશે વાત કરતા ડો. નયન જાનીએ જણાવ્યું હતું કે,'ગુજરાત દેશના પ્રથમ ચાર રાજયો પૈકીનું એક છે કે જેમાં COVID 19રસિકરણ પ્રક્રિયાનાડ્રાય રનની આજથી શરૂઆત થઇ છે. આ ડ્રાય રનમાટે ૧૯ જેટલી જગ્યાઓને પણ નક્કી કરવામાં આવી છે. આ ડ્રાય રનથી આપણને રસિકરણ દરમિયાનની તૃટીઓને સુધારવામાં મદદ મળશે. તો સાથે જે કોઇ તકલીફો ઉભી થાય તેના નિરાકરણ અને ભારત સરકારને તેની જાણકારી મળવાથી પણ દેશને મદદરૂપ થશે. હું ભારપૂર્વક કહું છું કે આ રસિસુરક્ષિત હશે અને તે ભારત સરકારના રસિકરણ માટેના નિયમોનું સંપૂર્ણ પાલન કરે તે પછી જ લોકોને આપવામાં આવશે.ઙ્ખ

ભૂતકાળમાં ભારતના સફળ રસિકરણ અભિયાનો વિશેની માહિતી આપતા યુનિસેફના ડાઙ્ખ શ્રવણકુમાર ચેનજીએ જણાવ્યું હતું કે, ઙ્કભારત અત્યારે જ દુનિયાના સૌથી મોટા રસીકરણ અભિયાનને હાથ ધરી રહ્યું છે. ભૂતકાળમાં પોલિયો અને મીઝલ્સ રૂબેલા વેકસીનેશન કેમ્પેઇનને ગુજરાતમાં ખૂબ સફળતા મળી હતી, જે આ પ્રકારના મોટા રસીકરણ અભિયાનની સફળતા માટેની આરોગ્ય વિભાગની સક્ષમતા સૂચવે છે.'

'આપણી પાસે રસિને લોકો સુધી પહોંચાડવા અને સાચવવા માટે પૂરતા કોલ્ડ સ્ટોરેજ ઇકિવપમેન્ટ્સ છે. યુનિસેફ ગુજરાત સરકારને વેકિસનના કોલ્ડ ચેઇન લોજિસ્ટિકસ અને વેકિસનના શ્રેષ્ઠ મેનેજમેન્ટ માટે મદદરૂપ થઇ રહ્યું છે. આ સાથે તે COVID 19 vaccine વિશેની જાણકારી લોકોમાં વધે તે માટેના પ્રત્યાયન પર પણ કામ કરી રહ્યું છે. જે ગુજરાત સરકારના અત્યારના આ કાર્યોને ટેકો આપવા માટે થઈ રહ્યું છે.'

કો-વિન એપ કે જેના દ્વારા રસીકરણની પ્રક્રિયાને ડિજિટલી મેનેજ કરવામાં આવશે તેના વિશે વાત કરતા WHOના ડો. ચિરાગ વાલિયાએ જણાવ્યું હતું કે, ઙ્કકો-વિન એપ એક ડિજિટલ પ્લેટફોર્મ છે જે આખા દેશમાં વેકિસનના સ્ટોકની શું સ્થિતિ છે તે દર્શાવશે. આ પોર્ટલ વેકિસનના લાભાર્થીઓના નામ અને તેમને વેકિસન કોણ આપશે તે વેકિસનેટરના નામ પણ જણાવશે. બીજા તબક્કામાં રસીકરણ માટે શાળાઓ પંચાયત ઓફિસ વગેરેનો પણ ઉપયોગ કરવામાં આવશે. વેકિસન જેમને આપવાની છે તે લાભાર્થીઓને તેમના ફોન પર જ વેકિસન વિશેની માહિતી સીધી મળી જશે. આ વેકસીન લીધાની માહિતી પણ આ પ્લેટફોર્મ પરથી જોઈ શકાશે.'

યુનિસેફના કમ્યુનિકેશન સ્પેશિયાલિસ્ટ મોઈરા દાવાએજણાવ્યું હતું કે, 'COVID 19 મહામારી સામેની લડાઈમાં મીડિયાનો ફાળો ખૂબ જ અગત્યનો રહ્યો છે. જયારે દેશ COVID 19 રસીલોકો સુધી પહોંચાડવાની તૈયારી કરી રહ્યો છે ત્યારે તેના વિશેની જાણકારી અને પ્રત્યાયન સુસંગત રીતે થાય તે ખૂબ જ જરૂરી બની ગયું છે. વિશ્વસનીય પ્લેટફોર્મ દ્વારા વૈજ્ઞાનિક પદ્ઘતિથી લોકોમાં આ વેકિસન વિશેની જાણકારી પહોંચાડાય તે પણ જરૂરી બન્યું છે.'

(10:03 am IST)