Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

ગરુડેશ્વર તાલુકામાં BTP દ્વારા અલગ અલગ ગામોમાં જનજાગૃતિ તે માટે મીટીંગ કરાઈ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી આવી રહી છે એ જોતા તમામ રાજકીય પક્ષો સક્રિય થયા છે અને પોત પોતાની પાર્ટીને જિલ્લા પંચાયતમાં સત્તા મળે એ હેતુથી મિટિંગોનો દોર શરૂ કર્યો જેમાં નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ઝરવાણી,ગોરા,ગડી,જંતર  સહિત ના ગામોમાં આગેવાનો, વડીલો, યુવાનો સાથે બિટીપી દ્વારા જન જાગૃતિ માટેની મિટિંગ કરવામાં આવી હતી.જેમાં નર્મદા જિલ્લા BTP પ્રમુખ ચૈતરભાઈ વસાવા, નર્મદા જિલ્લા પંચાયત સભ્ય બહાદુરભાઈ વસાવા,માધવભાઈ વસાવા,રમણભાઈ વસાવા, મનીષભાઈ વસાવા સાથે મોટી સંખ્યામા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

(10:29 pm IST)