Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

ધોળાવીરા સાથે ૨૦૦ પ્રાચીન સ્મારકોમાં ફ્રી શૂટિંગ અને ફોટોગ્રાફી કરી શકાશે

કેન્દ્રિય પર્યટન મંત્રાલય દ્વારા ૨૫ ડિસેમ્બરથી ૧૫ ઓગસ્ટ ૨૦૨૧ સુધી ફી મુક્તિ

મહેસાણા :કેન્દ્રિય પર્યટન મંત્રાલય દ્વારા હેરિટેજ, રાષ્ટ્રીય ભાષાનો વિકાસ, ભારતીય પરંપરા અને સંસ્કૃતિ, સ્વાતંત્રસેનાનીઓ, સ્વતંત્રતા સંગ્રામ, લોકસંગીત તેમજ ભાષા અને પર્યટન સહિતના પ્રોજેક્ટ્‌સ પર કામ કરતા ભારતીયો તેમજ એજન્સીઓને કેન્દ્રિય પુરાતત્વ વિભાગ હસ્તકના વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવિષ્ટ દેશના ૨૭ અને રાજ્યમાં પાટણની રાણીની વાવ, ચાંપાનેર અને ધોળાવીરા સિવાયના ૨૦૦ પ્રાચીન સ્મારકો પર ૨૫ ડિસેમ્બરથી ૧૫ ઓગસ્ટ ૨૦૨૧ સુધી વિનામૂલ્યે શૂટિંગ અને ફોટોગ્રાફી કરી શકાશે.  

    જોકે, તેના માટે પહેલાની જેમ ઓનલાઇન મંજૂરી લેવી પડશે. પાટણના પુરાતત્વ અધિકારી ઇમરાન મનસુરીએ જણાવ્યું કે, વર્લ્ડ હેરિટેજ સાઇટ સિવાયના અન્ય પ્રાચીન સ્મારકોમાં વિનામૂલ્યે ફોટોગ્રાફી અને શૂટિંગની પરવાનગી આપવાનો મુખ્ય ઉદ્દેશ ઓછા લોકપ્રિય સ્મારકોનો વધુ પ્રચાર થાય તેમજ તેની સાથે લોકોને જોડવાનો છે. કોમર્શિયલ હેતુ માટે કોઇ છૂટ નથી. આ સ્મારકોમાં શૂટિંગ કરવા માટે પહેલાંની જેમ જ ઓનલાઇન પરવાનગી લેવી ફરજિયાત છે.

(9:30 pm IST)