Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

૩૧મીએ દારૂડિયાને પૂરવા હોલ, પાર્ટી પ્લોટ ભાડે રાખ્યા

દારૂના શોખીનોને પાઠ ભણાવવા પોલીસ સજ્જ : પીવાના શોખીન લોકો નવા વર્ષની ઉજવણી માટે દારૂની છૂટ ધરાવતા દમણ, દાદરાનગર હવેલીમાં જતા હોય છે

વલસાડ,તા.૨૮ : વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી દક્ષિણ ગુજરાતના લોકો માટે થર્ટી ફસ્ટની પાર્ટી માટે મોકાની જગ્યા છે. દર વર્ષે દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ખાવા-પીવાના શોખીન લોકો નવા વર્ષની ઉજવણી માટે દારૂની છૂટ ધરાવતા દમણ અને દાદરા નગર હવેલીમાં જતા હોય છે. જે બાદમાં મોડી રાત્રે પાછા ફરતી વખતે અનેક લોકો દારૂનો નશો કરીને આવતા હોય છે. દિવસોમાં દર વર્ષે વલસાડ જિલ્લામાં ,૫૦૦થી ,૦૦૦ લોકોને નશાની હાલતમાં પોલીસ પકડતી હોય છે. દર વર્ષે વલસાડ જિલ્લાના પોલીસ સ્ટેશનો પીધેલાઓથી ઊભરાતા હોય છે. વખતે પણ વલસાડ જિલ્લા પોલીસે ૩૧ ડિસેમ્બરને લઇ દારૂ પીધેલા લોકોને ઝડપવા માટે એક એકશન પ્લાન તૈયાર કર્યો છે.

નાના પોલીસ સ્ટેશનોમાં આટલી મોટી સંખ્યામાં લોકોને એક સાથે રાખી શકવા શક્ય હોવાથી પોલીસે વર્ષે અલાયદી વ્યવસ્થા પણ કરી છે. કોવિડ-૧૯ની ગાઈડલાઈન અને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન માટે પોલીસ સ્ટેશનની સાથે સાથે પોલીસ સ્ટેશનની નજીકમાં આવેલા મોટા હોલ કે પાર્ટી પ્લોટના બુકિંગ કરી દેવાયા છે. સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે પોલીસ સ્ટેશન બહાર પણ મંડપ બાંધવામાં આવ્યા છે. નવા વર્ષની ઉજવણી માટે જે રીતે શોખીનોએ તૈયારી કરી છે તેવી રીતે પોલીસે પણ તમામ તૈયારી કરી છે. વલસાડ જિલ્લા પોલીસ પણ વખતે ખાવા-પીવાની પાર્ટીના શોખીનોને સબક શીખવવા માટે સજ્જ થઈ રહી છે. મહત્ત્વપૂર્ણ છે કે રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પણ થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણી નિમિત્તે યોજાતી પાર્ટીઓમાં દારૂનું દૂષણ  વધી રહ્યું છે.

વલસાડ ઊચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાને પગલે વિવિધ ટીમો તરફથી વલસાડ જિલ્લામાં સઘન ચેકિંગ અને પ્રોહિબિશનની ડ્રાઇવ પણ શરુ થઇ ગઈ છે. પોલીસની ટીમો દારૂની છૂટ ધરાવતા સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીની હદ પર બાજ નજર રાખી રહી છે. બંને પ્રદેશોમાંથી ગુજરાતમાં પ્રવેશતી તમામ ૧૮ ચેકપોસ્ટ અને નાકાઓ પર પોલીસની ટીમો તરફથી વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. મહત્ત્વપૂર્ણ છે કે દર વર્ષે ખાવા-પીવાનાં શોખીનો થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે રાજ્યની પડોશમાં આવેલા અને દારૂની છૂટ ધરાવતા દમણમાં જાય છે. જે બાદમાં રાત્રે ત્યાંથી નશાની હાલતમાં ગુજરાતમાં પ્રવેશ કરે છે. જોકે, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવાથી તમામ લોકોએ જેલન હવા ખાવાનો વારો આવે છે. દર વર્ષે હાલત એવી થાય છે કે પકડાયેલા લોકોને રાખવા માટે પોલીસ ઊભરાય જાય છે.

(8:52 pm IST)