Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

કૉંગ્રેસમાં કોઈ જ પ્રકારની નારાજગી નથી:લોકસભાની ચૂંટણીમાં તમામ નેતાઓ એકજૂટ રહેશે : અહેમદ પટેલ

કૉંગ્રેસમાં આંતરિક જૂથવાદ સપાટી પર : સળગતા ઘરને ઠારવા માટે હાઇકમાન્ડ મેદાનમાં ઉતર્યું

અમદાવાદ :કૉંગ્રેસનાં સળગતા ઘરને ઠારવા માટે હાઇકમાન્ડ મેદાનમાં ઉતર્યું છે. કૉંગ્રેસનાં દિગ્ગજ નેતા અહેમદ પટેલ ગુજરાતમાં આવ્યા છે અહેમદ પટેલે નારાજ કૉંગી નેતાઓને લઇને કહ્યું કે,કૉંગ્રેસમાં કોઈ જ પ્રકારની નારાજગી નથી.લોકસભાની ચૂંટણીમાં તમામ નેતાઓ એકજૂટ રહેશે."

  બીજી તરફ ચર્ચાઓ ચાલી રહી છે કે લોકસભાની ચૂંટણી પહેલા જ કૉંગ્રેસમાં આંતરિક જૂથવાદ સપાટી પર છે.હાલમાં ગુજરાત કૉંગ્રેસનાં સિનિયર નેતાઓ નેતાગીરીથી નારાજ જોવા મળી રહ્યા છે.ગુજરાત આવેલા અહેમદ પટેલે ફિલ્મ 'એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર'ને લઇને પણ નિવેદન આપ્યું છે. અહેમદ પટેલે કહ્યું કે, "આવી ફિલ્મો તો આવતી-જતી રહે."

(7:20 pm IST)