Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

મહેમદાવાદ-ખેડા રોડ પર પુરપાટ ઝડપે જતા ટ્રકે બાઇકને ટક્કર મારતા એકનું મોત

મહેમદાવાદ:શહેરના ખેડા રોડ ઉપર એક વાહન અકસ્માત સર્જાયો હતો. જેમાં પુરપાટે આવતી ટ્રકે સામેથી આવી રહેલા બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક ઉપર સવાર ત્રણ વ્યક્તિઓ પૈકી એકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘવાતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
મહેમદાવાદના ખેડા રોડ ઉપર ભમરીયા કૂવા નજીક આજે સમી સાંજે  પુરપાટે આવતી ટ્રક નં.જી.જે.૧૮ એ.એક્સ ૫૬૫૮એ સામેથી આવતા મોટર સાયકલ નં. જી.જે.૧ એલ.ડબ્લ્યુ.૪૦૧૬ને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક ઉપર સવાર ત્રણ વ્યક્તિઓ શરીરે ગંભીર રીતે ઘવાયા હતા. જે પૈકી એક વ્યક્તિનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે ઘવાયેલા બે વ્યક્તિઓને તુરંત સારવાર અર્થે મહેમદાવાદની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.  તબિબના જણાવ્યા પ્રમાણે ઘવાયેલા બન્ને વ્યક્તિઓની હાલત ગંભીર હોવાનું  જણાવ્યું છે.આ બનાવની જાણ સ્થાનિકોએ મહેમદાવાદ પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે આવી આગળની કાર્યવાહી હાથધરી છે. જ્યારે આ અકસ્માતમાં મૃત્યુ પામેલ ઈસમની ઓળખવીધી પોલીસે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(5:07 pm IST)