Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

ચાણસ્મા-મહેસાણા હાઇવે પર ટ્રકની હડફેટે એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળેજ મોત

ચાણસ્મા:મહેસાણા હાઈવે ઉપર મુલથાણીયા ગામ નજીક એક એકટીવા સવારને ટ્રક ડ્રાઈવરે ટકકર મારતા ગંભીર રીતે ઘવાયેલા વિસનગરના એક છાત્રનુ સારવાર દરમિયાન કરૃણ મોત નિપજયુ હતુ. અકસ્માત કરી ભાગી છુટેલા ટ્રક ડ્રાઈવરની ચાણસ્મા નજીકથી ધરપકડ કરી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વિજાપુર તાલુકાના ગેરીતા (કોલવડા) ના રેશજી પોપટજી ચૌહાણ અને તેમનો ભત્રીજો ચિરાગ જગદીશસિહ ચૌહાણ તેમના મોસાળ લણવા ગામે ગયા હતા. ત્યાંથી પરત એકટીવા લઈ મુલથાણીયા ગામના પાટીયા નજીક પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી પુરઝડપે આવી રહેલ એક ટ્રકના ડ્રાઈવરે એકટીવાને જોરદાર ટકકર મારતા બંને જણા રોડ ઉપર પટકાયા હતા તેમાં ચિરાગસિહને માથાના ભાગે ગંભીર ઈજા થતા લણવા સરકારી દવાખાને સારવાર માટે લઈ જવાતા મૃત જાહેર કરાયા હતા. જયારે રમેશજીને ઈજા થતા સારવાર આપવામાં આવી હતી. આ અંગે રમેશજીએ ચાણસ્મા પોલીસ મથકે ટ્રક ચાલક વિરૃધ્ધ ફરિયાદ નોંધાવતા ટ્રક ચાલકને ચાસ્મા નજીકથી પકડી પાડી વધુ તપાસ ચાણસ્મા પોલીસે હાથ ધરી છે.
ચિરાગસિહ ચૌહાણ વિસનગર કોલેજમાં બી.એસ.સી. અભ્યાસ કરતો હતો અને બરોડા ક્રિકેટ એસોસીએશન દ્વારા યોજવામાં આવેલ ટુર્નામેન્ટ ફાઈન મહેસાણા ટીમ જીતી હતી અને તેમાં મેન ઓફ ધી મેચ ચિરાગ ચૌહાણ બન્યો હતો.  આ બનાવથી ગામમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ હતી.

(5:06 pm IST)