Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2023

રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેતી પાકને થયેલાનુકસાનીનો રિપોર્ટ એક અઠવાડિયામાં સોંપવા આદેશ

પ્રાથમિક અંદાજ મુજબ ત્રણથી ચાર લાખ હેક્ટરમાં ફેલાયેલા કપાસ, એરંડા અને તુવેરના ઉભા પાકને વરસાદને કારણે અસર થઈ

અમદાવાદ : રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેતી પાકને થયેલા નુકસાનીનો રિપોર્ય એક સપ્તાહમાં સોંપવા આદેશ કરવામાં આવ્યો છે. એક સપ્તાહમાં નુકસાનીનો સર્વે પૂર્ણ કરી મુખ્યમંત્રી સમક્ષ  રિપોર્ટ મુકાશે. 

 આ અંગે કૃષિમંત્રી રાઘવજીભાઈ  પટેલે અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે. જે સ્થળે વધુ કમોસમી વરસાદ થયો ત્યાં પ્રાથમિકતાના ધોરણે સર્વે કરવા આદેશ અપાયો છે. કમોસમી વરસાદથી થયેલા પાકને નુકસાન અંગેની સમીક્ષા બેઠકમાં કૃષિમંત્રીએ આદેશ આપ્યો છે. 

પ્રાથમિક અંદાજ મુજબ રાજ્યમાં ત્રણથી ચાર લાખ હેક્ટરમાં ફેલાયેલા કપાસ, એરંડા અને તુવેરના ઉભા પાકને વરસાદને કારણે અસર થઈ છે.  કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ખેડૂતો પાયમાલ થઇ ગયાં છે. કપાસ, ઘઉં, ચણા, જુવાર, ડુંગળી, મરચા સહિતના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે

(11:52 pm IST)