Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2023

અમદાવાદમાં પાંચ દિવસમાં ડેન્ગ્યુના 46 કેસ નોંધાયા

મેલેરિયાના 23, ઝેરી મેલેરિયાના 6 તથા ચિકનગુનિયાનો એક કેસ નોંધાયો: AMC અર્બન હેલ્થ સેન્ટર પર દર્દીઓનો ધસારો

અમદાવાદમાં નવેમ્બર મહિનાની શરુઆતમાં જ  પાંચ દિવસમાં ડેન્ગ્યુના 46 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત મેલેરિયાના 23, ઝેરી મેલેરિયાના 6 તથા ચિકનગુનિયાનો એક કેસ નોંધાયો હતો. પાણીના લેવામાં આવેલા સેમ્પલ પૈકી તપાસ બાદ 114 સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો હતો. પાણીના 10 સેમ્પલ અનફીટ જાહે૨ કરવામાં આવ્યા હતા. AMC અર્બન હેલ્થ સેન્ટર પર દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. લોકો શરદી અને તાવના લીધે બીમાર પડી રહ્યા છે. 

 

(11:28 pm IST)