Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2023

વડોદારમાં ઠંડીની સિઝનમાં રોગચાળો વધ્યો: છેલ્લા 24 કલાકમાં ડેન્ગ્યૂના 15 કેસો નોંધાયા

શહેરમાં શંકાસ્પદ ડેન્ગ્યૂના 138 કેસો નોંધાયા: સતત વધતા રોગચાળા અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મનપાની 264 ટીમોએ સર્વે હાથ ધર્યો

 વડોદરામાં ફરી એકવાર ડેન્ગ્યૂના કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે. વડોદારમાં ઠંડીની સિઝનમાં રોગચાળો વધ્યો છે, જેમાં ડેન્ગ્યૂના કેસો ઝડપથી વધી રહ્યાં છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં ડેન્ગ્યૂના 15 કેસો નોંધાતા હાહાકાર મચી ગયો છે. 

  આ ઉપરાંત શહેરમાં શંકાસ્પદ ડેન્ગ્યૂના 138 કેસો નોંધાયા છે. સતત વધી રહેલા રોગચાળા અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા વડોદરા મહાનગર પાલિકાની 264 ટીમોએ સર્વે હાથ ધર્યો છે, શહેરમાં 349 સ્થળોએ સર્વે કરવામાં આવ્યો છે, બે દિવસમાં 11 હજાર સ્થળોએ ફૉગિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે

 

(11:27 pm IST)