Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2023

અમદાવાદમાં ફરી પાણી જન્ય રોગચાળો વકર્યો: : હૉસ્પીટલોમાં દર્દીઓની સંખ્યામાં ભારે ઉછાળો

ઝાડા ઉલ્ટીના 472 કેસ,કમળાના 111 કેસ નોંધાયા:ચાલુ માસમાં ટાઇફૉઇડના 245 જેટલા કેસ,સાદા મેલેરિયાના 132 કેસ,ઝેરી મેલેરિયાના 37 કેસ તેમજ ડેન્ગ્યૂના 184 કેસો સામે આવ્યા

અમદાવાદ :શહેરમાં પાણી જન્ય રોગચાળો વકર્યો છે. પાણીજન્ય રોગચાળો વકરતાં શહેરમાં ઠેર ઠેર હૉસ્પીટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. ચાલુ માસના પાણી જન્ય રોગચાળાના તાજા આંકડા સામે આવ્યા જે ચોંકવનારા છે, ગંદા પાણીને લઇને લોકો ઝાડા ઉલ્ટીથી લઇને મલેરિયા, કમળો અને ટાઇફૉઇડ જેવા રોગોનો શિકાર બની રહ્યા છે. 

મળતી માહિતી પ્રમાણે, શહેરમાં છેલ્લા એક મહિનામાં પાણી જન્ય રોગચાળાથી દર્દીઓની સંખ્યામાં જોરદાર ઉછાળો આવ્યો છે. ચાલુ માસે અમદાવાદ શહેરમાં ઝાડા ઉલ્ટીના 472 કેસ નોંધાયા છે, અને કમળાના 111 કેસ નોંધાયા છે. તાજા આંકડા પ્રમાણે, ચાલુ માસમાં શહેરમાં ટાઇફૉઇડના 245 જેટલા કેસ નોંધાયા છે, સાદા મેલેરિયાના 132 કેસ નોંધાયા છે, તો ઝેરી મેલેરિયાના 37 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત ડેન્ગ્યૂના 184 કેસો સામે આવ્યા છે. ખાસ વાત છે કે, શહેરમાં મચ્છરજન્ય રોગચાળો મહદઅંશે કાબુમાં આવ્યો છે. ચાલુ માસમાં 46 સ્થળેથી લીધેલા પાણીના સેમ્પલ અનફિટ થયા છે

(11:25 pm IST)