Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2023

રાજકોટ- ગુજરાતના મોટા ગજાના બિલ્‍ડર સ્‍મિત કનેરીયા મુંબઈ અરેપોર્ટથી કયાં ગયા? કોઈ પત્તો નથી ! ફોન બંધ

ગુજરાતથી અમેરિકા સુધી જેમનું જમીન એમ્‍પાયર છવાયેલું છે તેવા બિલ્‍ડર- ઉદ્યોગપતિ અંગે સીઆઈડી સૂત્રો કહે છે સમન્‍સ આપેલ છે, : પણ અમારી સમક્ષ હાજર થયા નથી, જવાબ આપ્‍યા બાદ આગળની

રાજકોટ, તા.૨૯: વિદેશ સુધી જેમના બિઝનેસનાં તાર જોડાયેલ છે અને વિવિધ કારણોસર ભૂતકાળમાં પણ ચર્ચામાં રહ્યા છે તેવા રાજકોટના નામાંકીત બિલ્‍ડર સ્‍મિત કનેરિયા ફરી ચર્ચામાં આવ્‍યા છે, બિલ્‍ડર લોબી અને અધિકારીઓમાં પણ સ્‍મિત કનેરિયા પ્રકરણમાં છેલ્લી સ્‍થિતિ શું છે? તે બાબતે અનેકવિધ અનુમાનો ચાલી રહ્યા છે તેવા સમયે ટોચના સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ મુંબઈ એરપોર્ટ પર તેમને રોકવામાં આવ્‍યા હતા, પરંતુ ત્‍યાંથી તેઓ ગમે તે રીતે બહાર નીકળી જવામાં સફળ થયા છે, મતલબ કે તેઓ હાલ સીઆઈડી ક્રાઇમ હસ્‍તક નથી.  

CID ક્રાઈમનાં સૂત્રોનાં કથન મુજબ તેમની સામેની એક ફરિયાદ સંદર્ભે તેમની સામે સમન્‍સ કાઢવામાં આવ્‍યું છે, તે મામલે હજુ સુધી જવાબ લેવાયો નથી. અમારી પૂછપરછ અને તપાસ બાદ તેમની સામેની જે ફરિયાદ છે તેમાં તેમની ભૂમિકા કેવી અને કયા પ્રકારની છે તે નક્કી થયા બાદ તેમની સામે આગળની કાર્યવાહી કરી શકાય.              

સૂત્રોનાં જણાવ્‍યા મુજબ જાણીતા બિલ્‍ડર સ્‍મિત કનેરિયા મુંબઈ એરપોર્ટ પરથી નીકળ્‍યા પછી તેમનો ફોન સ્‍વીચ ઓફ કરી નાખ્‍યો હોવાથી તેમનો હાલ તૂર્ત કોઈ સંપર્ક થયેલ નથી, તેઓ સામેની જે ફરિયાદ અંતર્ગત જવાબ આપવા નહિ આવે તો નિયમ અનુસાર આગળની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવશે. અત્રે એ યાદ રહે કે ખૂબ મોટો જમીન મામલે ભારત સહિત અમેરિકા સુધી પોતાનું એમ્‍પાયાર ઉભુ કરનાર આ મોટા ગજાના બિલ્‍ડર સામે CID ક્રાઇમમાં થયેલ ફરિયાદ સંદર્ભે તેમને ફરિયાદ બાબતે હાજર થવા સમન્‍સ મોકલાયું છે તેમ સૂત્રો જણાવે છે.શ્રી સ્‍મિત કનેરીયા તેમના અને બે મિત્રોના પરિવાર સાથે ઓસ્‍ટ્રેલીયા, સ્‍વીઝરલેન્‍ડ ફરીને આવ્‍યા બાદ મુંબઈ એરપોર્ટથી કયાં- ગયા તે કોઈ જાણતું નથી. જામનગર તરફના કોઈ મોટા જમીન પ્રકરણ સંદર્ભે તેમને સમન્‍સ મોકલાયાનું પણ માનવામાં આવે છે.

(11:54 am IST)