Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2023

ભાવનગરના પૂર્વ ધારાસભ્‍ય અને બિહાર ભાજપના સહપ્રભારી સુનિલ ઓઝાની અણધારી ચિરવિદાય

રાજકોટ તા. ર૯: ગુજરાતના ભાવનગરના ભાજપના પૂર્વ ધારાસભ્‍ય અને બિહાર ભાજપના સહ પ્રભારી સુનિલભાઇ ઓઝાનું નિધન થયું છે. આજે વહેલી સવારે હાર્ટ એટેકના કારણે દિલ્‍હી ખાતે તેમનું અવસાન થયું છે. આજે વહેલી સવારે હાર્ર્ટ એટેકના કારણે દિલ્‍હી ખાતે તેમનું અવસાન થયું છે. બે દિવસ પહેલા સિવિલ હાર્ટ એટેક બાદ તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ ૬૮ વર્ષની વયના હતા.

ગુજરાત ભાજપના પીઢ નેતા અને લાંબા સમય સુધી ભાજપના ધારાસભ્‍ય રહેનાર સુનિલ ઓઝાનું નિધન થયું છે. લાંબા સમયથી સુનિલ ઓઝા વારાણસી મતક્ષેત્રના વર્ષો સુધી હવાલો સંભાળ્‍યો હતો. દિલ્‍હી સ્‍થિત હોસ્‍પિટલમાં તેમણે અંતિમ શ્‍વાસ ખેંચ્‍યા છે.

શ્રી સુનિલ ઓઝા ભાવનગરના પૂર્વ ધારાસભ્‍ય રહી ચૂકયા છે. તેમજ છેલ્લા દસ વર્ષથી વારાણસી ખાતે સ્‍થાયી થયા હતા. સુનિલ ઓઝાના અચાનક નિધનથી ભાજપ બેડામાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમણે વારાણસી બેઠકની જવાબદારી અગાઉ સંભાળી હતી.

પૂર્વ ધારાસભ્‍ય સુનિલ ઓઝાને બિહાર ભાજપના સહપ્રભારીની જવાબદારી સોંપવામાં આવી હતી. સુનિલ ઓઝા ર૦૧૪ થી વડાપ્રધાનની વારાણસી સીટના પણ ઇન્‍ચાર્જ તરીકે રહ્યા છે. સુનિલ ઓઝા ગુજરાતમાં ભાજપની ટિકિટ પર ભાવનગરથી બે વખત ધારાસભ્‍ય તરીકે ચૂંટાયા હતા.

સુનીલ ઓઝાને અમિતભાઇ શાહની સાથે યુપીના સહપ્રભારી બનાવાયા. સુનીલ ઓઝાને વારાણસીમાં પીએમ માટે ચૂંટણી રણનીતિ અને ચૂંટણી સંબંધિત કાર્યોનું મેનેજમેન્‍ટ કરતાં મુખ્‍ય વ્‍યકિત માનવામાં આવે છે. ર૦૧૪ અને ર૦૧૯ લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીની વારાણસીમાં ભવ્‍ય જીત માટે સુનીલ ઓઝાએ ખૂબ મહેનત કરી હતી. થોડા દિવસ પૂર્વેજ તેમણે કાશીના ગડૌલીધામમાં શ્રી રમેશભાઇ ઓઝાની રામકથાનું ભવ્‍ય આયોજન કર્યું હતું.

(12:23 pm IST)