Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ગુજરાતમાં ભાજપને રૂ.163 કરોડ અને કોંગ્રેસને રૂ. 10 કરોડનું દાન મળ્યુ :ADRએ આપ્યો રિપોર્ટ

 છેલ્લા પાંચ વર્ષમાં રાજકીય પક્ષોને કુલ 591.27 કરોડનું દાન મળ્યુ:ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા 343 કરોડ અને ડાયરેક્ટ ડોનેશનથી 174 કરોડનું દાન મેળવ્યુ

અમદાવાદ :ગુજરાતની ચૂંટણીઓ થવા જઈ રહી છે, જેને લઈને તમામને જાણવામાં રસ હોય કે ઉમેદવાર કેવું બેગ્રાઉન્ડ ધરાવે છે. ગુનાહિત છે. સંપત્તિ કેટલી છે વગેરે જેવી બાબતો જાણવામાં લોકોને રસ હોય છે. જેને લઈને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ સર્વે કરતી હોય છે. જેણે થોડા દિવસ પહેલા પ્રથમ તબક્કાના ઉમેદવારના ગુનાહિત ઈતિહાસ સહિત મિલકત અને શિક્ષણને લઈને રિપોર્ટ જાહેર કરી પોલ ખુલી પાડી હતી

એ જ સંસ્થાએ વધુ એક રિપોર્ટ ફંડને લઈને જાહેર કર્યો છે  રિપોર્ટ આ વિશ્લેષણ ગુજરાતમાંથી મુખ્ય પક્ષોને કેટલું દાન મળ્યું છે? અને તે કોના દ્વારા મળ્યું છે? તે સમજવા માટે કરેલ છે, જોકે ઈલેક્ટોરલ બોન્ડ યોજના આવતાં બોન્ડ થકી મળેલ દાન કોણે આપ્યું તેનો ખ્યાલ આવતો નથી તે પણ જાહેર કરેલ છે.

 

રાષ્ટ્રીય પક્ષો અને ક્ષેત્રિય પક્ષો દ્વારા વર્ષ 2016-17થી 2020-21 સુધીની ફૂલ આવક 16,071.60 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવી છે. તેમાંથી 79.91% એટલે 12.842.28 કરોડની આવક 8 રાષ્ટ્રીય પક્ષોની છે. જ્યારે ક્ષેત્રીયપક્ષોને રૂપિયા 3229.32 (20%) આવક છેલ્લા 5 વર્ષમાં થઈ છે. લોકસભામાં ચૂંટણીના વર્ષ 2019-20માં 4780.09 કરોડ નું ફંડ મળ્યું છે, જ્યારે ક્ષેત્રિય પક્ષો ને વર્ષ 2018-19 દરમ્યાન સૌથી વધુ એટલે કે 1089,422 કરોડ નું ફંડ મળ્યું છે.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા રજૂ કરાયેલી વિગત અનુસાર કુલ આવકમાં રાષ્ટ્રીય પક્ષોને મળેલું દાન 10,471.04 (82.15%) કરોડ છે અને 2274.57 કરોડ રૂપિયા (7.85%) પ્રદેશિક પક્ષોને દાન દ્વારા મળ્યા છે.

 ઇલેક્ટોરલ બોન્ડ થકી 13 તબક્કામાં જે 343 કરોડ દાનમાં મળ્યા છે, જેમાં સૌથી વધુ એપ્રિલ 2019ના તબક્કામાં 87.5 કરોડ, ત્યારબાદ ઓક્ટોબર 2022ના તબક્કામાં 81.5 કરોડ મળ્યા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને ધ્યાને રાખી આ વિશ્લેષણ કરવામાં આવ્યુ છે. જેમાં ગુજરાતની મુખ્ય રાજકીય પાર્ટીઓને કેટલુ દાન મળ્યુ, કોના દ્વારા મળ્યુ તે સમજવા માટે કરાયુ છે. ઈલેક્ટોરલ બોન્ડ યોજના આવતા બોન્ડ થકી મળેલુ દાન કોણે કેટલુ આપ્યુ તે બહાર ન આવે તેની તકેદારી રાખવામાં આવે છે.

સૌથી વધુ ડોનેશન આપનાર કોર્પોરેટ ડોનેશનમાં ટોરેન્ટ પાવર, નિરમા ટોરેંટ ફાર્માસ્યુટીકલ, ટોરેંટ ફાર્મા, કેડિલા હેલા કેર, આદિ એન્ટરપ્રાઈસ રહ્યા છે.

(12:42 am IST)