Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

સુરત શહેર-જિલ્લામાં 278 કોરોના પોઝિટિવ કેસ : કુલ કેસનો આંક 43,389 પર પહોંચ્યો

રવિવારે રાંદેર ઝોનમાં 40 અને અઠવા ઝોનમાં 41 નવા દર્દીઓ નોંધાયા

સુરત : રાજ્યમાં કોરોનાનો કહેર વધ્યો છે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1564 દર્દીઓ નોંધાયા છે.અને કુલ 16 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.રાજ્યમાં વધી રહેલા કોરોનાના પ્રકોપ વચ્ચે છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં નવા 223 અને જિલ્લામાં નવા 55 મળીને કુલ 278 દર્દીઓ નોંધાયા છે.શહેરમાં નવા 223 દર્દીઓ સાથે કુલ આંક 31,946 પર જયારે જિલ્લામાં નવા 55 દર્દીઓ સાથે કુલ આંક 11,443 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં કોરોના ગ્રસ્ત દર્દીઓનો કુલ આંક હવે 43,389 પર પહોંચ્યો છે.છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 3 દર્દીઓના મોત થયા છે.

સુરત શહેરમાં રવિવારે રાંદેર ઝોનમાં 40 અને અઠવા ઝોનમાં 41 નવા દર્દીઓ નોંધાયા છે.આમ, આ બન્ને ઝોનમાં કોરોના સંક્રમણ હજુ પણ બેકાબુ જોવા મળી રહ્યું છે. શહેરમાં 3 દર્દીઓના મોત સાથે સુરત શહેરમાં મૃતકોનો આંક 1059 પર પહોંચ્યો છે. જેમાં,શહેરના 778 અને જિલ્લાના 281 મૃતકોનો સમાવેશ થાય છે.છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 178 અને જિલ્લામાં 38 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવતા ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓનો કુલ આંક 40437 પર પહોંચ્યો છે.જેમાં, સુરત જિલ્લાના 10604 દર્દીઓનો સમાવેશ થાય છે.

સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા 55 દર્દીઓમાં તાલુકાવાઈઝ દ્રષ્ટિપાત કરીએ તો ચોર્યાસીમાં 18, ઓલપાડમાં 2, કામરેજમાં 12, પલસાણામાં 4, બારડોલીમાં 13, મહુવામાં 2, માંડવીમાં 2, માંગરોળમાં 2 દર્દીઓ નોંધાયા છે. જયારે ઉમરપાડામાં એક પણ દર્દી નોંધાયો નથી.હાલ સુરતમાં 1893 એક્ટિવ દર્દીઓ સારવાર હેઠળ છે.

(10:26 pm IST)