Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

અમદવાદમાં ઓનલાઈન ડાયમંડ જવેલરી વેપારીના 10 લાખના દાગીનાની ચોરી કરીને રસોયો રફુચક્કર

વાડજ પોલીસે રસોઈયા વિરુદ્વ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા

અમદાવાદના વાડજ વિસ્તારમાં  મૂળ રાજસ્થાનના વેપારીના રૂ 10 લાખના દાગીના અને રોકડ રકમની ચોરી કરી રસોઈ કરતો નોકર ફરાર થઈ ગયો. વાડજ પોલીસે રસોઈયા વિરુદ્વ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે

રાજસ્થાનના શિરોહી જિલ્લાના શીવગંજ ગામના વતની 22 વર્ષીય રાહુલ તારાચંદ માલવિયા છેલ્લા દોઢ વર્ષથી તેના ગામના જ પ્રવીણ પ્રકાશભાઈ ચાદોર સાથે નવા વાડજ વિસ્તારમાં આવેલી નિગમ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહે છે.સરસપુર ખાતે બન્ને જણા ઓફિસ ધરાવી મીસ્કેરો જ્વેલરીના નામથી ઓનલાઈન ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરી વેચાણનો વ્યવસાય કરે છે. રાહુલનો અન્ય મિત્ર પ્રવીણ મોટેરા સ્ટેડિયમ પાસે મશીન-ટુલ્સનો વ્યાપાર કરે છે.

 કોરોના સમયમાં છેલ્લા બે મહિનાથી રાહુલે ઘરે રસોઈ બનાવવા માટે મુળ ડુંગરપુરના પ્રકાશ પટેલને કામે રાખ્યો હતો. પ્રકાશ સવારે અને સાંજે બે ટાઈમ રસોઈ બનાવા આવતો હતો. શુક્રવારે સવારે પ્રકાશ રસોઈ બનાવવા આવ્યો ત્યારે બે દિવસ રજા ઉપર જવાનું કહી જતો રહ્યો હતો. રાહુલભાઈ પણ પોતાના કામે જતા રહ્યાં હતા અને સાંજે ઘરે આવ્યા ત્યારે તેઓએ એક બેગમાં રોકડ અને દાગીના સહિતની વસ્તુઓ મુકી હતી

આ કિમતી સામાન ભરેલી બેગ રાહુલએ જોડે રહેતાં ભાગીદાર પ્રવીણભાઈના રૂમમાં પલંગ પાસે મુકી હતી.બીજા દિવસે સવારે ઉઠ્યા ત્યારે બેગ ના મળતા પ્રવીણભાઈને જાણ કરી હતી. સોસાયટીમાં પણ પૂછપરછ કરતાં પડોશી કિશનભાઈ પટેલએ જણાવ્યું હતું કે સવારે સાતેક વાગ્યે તમારે ત્યાં રસોઈ બનાવતો શખ્સ  બ્લ્યુ ટી-શર્ટ પહેરી તમારે ત્યાં આવ્યો હતો.

આથી રાહુલભાઈને તેમના ઘરે રસોઈ બનાવતા પ્રકાશ ઉપર શક પડ્યો હતો. ચોરીના બનાવ અંગે રાહુલએ વાડજ પોલીસ સ્ટેશનમાં આરોપી પ્રકાશ પટેલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી

(8:38 pm IST)