Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

પિતા પાસે પૈસા પડાવવા વલસાડના યુવાનને અપહરણનું નાટક કર્યું પરંતુ પોલીસે પકડી પાડ્યું

વલસાડ ડીએસપી રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી એમ. એન. ચાવડા, પીઆઇ એચ. જે. ભટ્ટ અને તેમની ટીમે અપહરણનું નાટક પકડી યુવાનને સુરતથી શોધી કાઢ્યો

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડના એક યુવાને પોતાના પિતા પાસેથી પૈસા પડાવવા માટે પોતાનું અપહરણ થયું છે એવું નાટક કર્યું હતું. જેના પગલે તેના પિતાએ તેના ગુમ થવાની પોલીસ ફરિયાદ કરી હતી. ત્યારે પોલીસે યુવાન અપહરણનું નાટક પકડી તેને સુરત થી શોધી કાઢ્યો હતો.
વલસાડના વેપારી યુવાન રાજનકુમાર સતિષચંદ્ર દમણિયાનું રૂ. ૩ લાખ નું દેવું થઈ ગયું હતું. આ દેવું ભરપાઈ કરવા તેની પાસે પૈસા ન હોય તેણે પોતાના અપહરણનું નાટક કરી પિતા પાસેથી રૂ. 20,000 નો પહેલો હપ્તો માંગતો હતો. જેના પગલે તેના પિતાએ ગત ૨૫મી તારીખે વલસાડ સિટી પોલીસ મથકે આ બનાવ સંદર્ભે ફરિયાદ નોંધાવી હતી.આ કેસ પોલીસને પહેલેથી શંકાસ્પદ લાગતા વલસાડ ડીએસપી રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી એમ. એન. ચાવડા, પીઆઇ એચ. જે. ભટ્ટ અને તેમની ટીમે સતિષચંદ્ર પર આવેલા ફોનનું લોકેશન કાઢી રાજનકુમાર ને શોધી કાઢ્યો હતો. તેણે પોતે અપહરણ થયું હોવાની વાત સ્વીકારતા પોલીસે તેને સમજાવી આવું ન કરવાની સલાહ આપી હતી.

(7:35 pm IST)