Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

સુરતના 15 વર્ષના પાર્થ ગાંધીએ પીએમ મોદીનો કેનવાસ પર સ્કેચ બનાવ્યો : વડાપ્રધાનએ કરી પ્રશંશા

પીએમએ પાર્થને લખ્યુઃ તમારી પાસે કેન્વાસ પર કલ્પના ઉતારવાની અદભૂત ક્ષમતા

સુરતના 15 વર્ષના વિદ્યાર્થી પાર્થ ગાંધીએ વડાપ્રધાન મોદીનો કેનવાસ પર સ્કેચ બનાવ્યો હતો  સ્કેચ મળ્યા બાદ પીએમ મોદીએ પાર્થને શુભેચ્છા સંદેશ લખી પ્રશંસા કરી છે.પીએમ મોદી વ્યસ્ત હોય પરંતુ તેઓ નાનામાં નાના વ્યક્તિએ જોઈ સુંદર કાર્ય કર્યું હોય તો શુભેચ્છા આપવાનું ચૂકતા નથી, આવા અનેક કિસ્સાઓ છે,

 પાર્થે જણાવ્યું હતું કે હું પાંચમા ધોરણમાં હતો ત્યારે પહેલી વખત મારી મમ્મીનો સ્કેચ બનાવ્યો હતો. ત્યાર બાદ અનેક સેલિબ્રિટીઝના સ્કેચ બનાવ્યા છે.કોરોનાને કારણે લોકડાઉન આવ્યું, જેમાં મારી પાસે ઘણો ફ્રી ટાઈમ મળ્યો હતો. જેથી વિચાર આવ્યો કે વડાપ્રધાન ર મોદીનું પેઈન્ટિંગબનાવવું જોઈએ. સોશિયલ સાઈટ પર અનેક ફોટો જોયા, જેમાંથી આ મને પસંદ પડ્યો અને પાંચ દિવસની મહેનતથી આ સ્કેચ બનાવ્યું હતું.

 મારો સ્કેચ જોઈને પાડોશીએ સ્કેચ મોદીને જ મોકલવા કહ્યું હતું. જેથી સ્કેચને વડાપ્રધાન સુધી મોકલવામાં આવ્યું. મને આશા ન હતી કે સ્કેચ મળ્યા બાદ વડાપ્રધાન મને પત્ર લખશે.

પાર્થ કહે છે કે મારી પ્રશંસા કરતા વડાપ્રધાને લખ્યું છે કે,તમારી પાસે કેનવાસ પર કલ્પનાઓ મુકવાની અધભૂત ક્ષમતા છે. તમે ભવિષ્યમાં સફળતાની નવી ઊંચાઈએ પહોંચશો.”

પાર્થનું કહેવું છે કે જ્યારે અભ્યાસ કરવાનો કંટાળો આવે ત્યારે સ્કેચ બનાવું છું, સાથે જ પરીક્ષા સમયે પણ સ્કેચ બનાવવાની મજા આવે છે, કારણ કે એનાથી મારો થાક દૂર થાય છે.

માતા નિમિષાએ જણાવ્યું હતું કે, જ્યારે પાર્થ દ્વારા મારો પહેલા સ્કેચ બનાવવામાં આવ્યુ હતું, ત્યારથી જ અમે તેને સપોર્ટ કર્યો હતો. તે કોઈ કોઈ ક્લાસમાં ગયો નથી. તેની જાતે જ તે શીખી રહ્યો છે.i sketch news

સોશિયલ સાઈટ્સ પરથી તે શીખે છે અને તે વસ્તુઓ જોઈએ છે તે અમને કહે છે એ લાવી આપીએ છીએ. પીએમ નરેન્દ્ર મોદીએ જે પ્રશંશા કરી છે તે અમારા માટે બહુમૂલ્ય છે કારણ કે પાર્થને કારણે આવું શક્ય બન્યું છે, જે અમારા પરિવારમાંથી કોઈએ આવું નથી કર્યું.

(4:58 pm IST)