Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

અરવલ્લીના માલપુરના રાસાપુર ગામે ટ્રેકટર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બે યુવાનોના ઘટનસ્થળે મોત : અરેરાટી

મગફળી ભરેલા ટ્રેકરની ટ્રોલી નીચે આવતા ધનસુરા કવોરીથી દાહોદ જતા યુવાનનું મોત

અરવલ્લીના માલપુરના રાસાપુર ગામે અકસ્માતની ઘટના સામે આવી છે.અરવલ્લીના રાસાપુર ગામે ગત મોડી રાત્રે ટ્રેક્ટર સાથે બાઈક સવારો ટકરાયા હતા, આ અકસ્માતમાં બે યુવાનોના ઘટનાસ્થળે મ મોત થતા અરેરાટી વ્યાપી જવા પામી છે. બીજી તરફ અકસ્માતમાં અન્ય ઘાયલ એક યુવકને સારવાર માટે ખસેડાયો છે.

મળતી માહિતી મુજબ, મગફળી ભરેલા ટ્રેકરની ટ્રોલી નીચે આવતા યુવાનનું મોત થયું હતું અને યુવાનો ધનસુરા કવોરીથી દાહોદ જઈ રહ્યા હતા. ત્યારે હવે આ મામલે માલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:56 pm IST)